ગોંડલ: હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, જેસીબીથી બહાર કઢાયા મૃતહેદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માત અંગેની ફરિયાદ અશ્વિનભાઈ વકાતર ભરવાડ દ્વારા નોંધાવવામાં આવી છે.
અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસના પીએસઆઇ એસ.એમ રાદડિયાએ હાથ ધરી છે. ભરવાડ પરીવાર રાજકોટના પુનિતનગર ખાતે આવેલ વિશ્વકર્મા સોસાયટી ખાતે રહેતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ ગુંદાળા ચોકડી ખાતે હાઈવે પેટ્રોલિંગ પોલીસ, સિટી, તાલુકા પોલીસ, 108 તેમજ શહેરની સાત સેવા કરતી સંસ્થાઓની એમ્બ્યુલન્સો દોડી આવી હતી અને ઘાયલોના સારવારના કામે લાગી હતી.
ડ્રાઇવરનું હજુ નામ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં મનાલી કમલેશભાઈ રાઠોડ, પાર્થ કમલેશભાઈ રાઠોડ, નીરુ બાબુભાઈ રાઠોડ તેમજ બાબુભાઈ હીરાભાઈ રાઠોડ સહિતનાઓ ઘાયલ થતાં સારવાર માટે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આઇસર ટ્રક પણ પલ્ટી મારી જવા પામ્યો હતો તેનો ડ્રાઈવર અને કંડક્ટર પણ કેબિનમાં ફસાયા હોય બંનેને બહાર કાઢવા ક્રેન અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે હાઈવે પર ઘાયલોની ચિચિયારીઓ બોલવા લાગતા લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં મારૂતિ ઝેનમાં બેઠેલા અને ગોંડલ તાલુકાના કંટોલિયા ગામના ગીતાબેન સંજય ભાઈ વકાતર ભરવાડનું મોત નીપજ્યું હતું.
ગોંડલ લગ્નપ્રસંગ પૂરા કરી મારુતિ ઝેન જીજે 3 એબી 8820માં જઈ રહેલ ભરવાડ પરીવાર રવિવાર રાત્રે 12 વાગ્યાની આસપાસ સંબંધીની હોટલ પાસે ચા-નાસ્તા માટે ઉભો રહ્યો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક જીજે 12 વાય 8000ના ચાલકે અડફેટે લેતાં મારૂતિ ઝેન ચાર વખત પલટી મારી ગઈ હતી અને સામે આવતી વેગનઆર કાર સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
ગોંડલ: અકસ્માત માટે કુખ્યાત અને ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના ગુંદાળા ચોકડીએ માર્કેટીંગ યાર્ડ પાસે રવિવાર રાત્રે 12 વાગ્યાની આસપાસ આઈશર ટ્રક, મારૂતિ ઝેન અને વેગેનાર કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત બે વ્યકિતનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -