ફિક્સ પગારદારો મુદ્દે આજે સરકાર એફિડેવિટ કરે તેવી શક્યતા, બપોર સુધીમાં પડી જશે ખબર
પાટીદારો અનામતના મુદ્દે આંદોલન કરી રહ્યા છે તેના કારણે રાજ્યમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. સરકાર ફિક્સ પગારદારોને કાયમી કરીને પૂરો પગાર આપી દે તો તમામ વર્ગનાં લોકો રાજી થઈ જાય અને સરકારને પાટીદારોના કારણે થનારૂં રાજકીય નુકસાન સરભર થઈ જાય તેવી ગણતરી ભાજપે મૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમની આ ટિપ્પણીને પગલે રાજ્ય સરકાર કૂણી પડી હતી અને 10 જાન્યુઆરીએ સુપ્રીમમાં એફિડેવીટ કરવાની આવે ત્યારે આ નિર્ણયોની જાણ કરવા નિર્ણય લેવાયો હતો. સરકારે આ નિર્ણય લઈને પાટીદારોને ઠંડા પાડી દેવાની વ્યૂહરચના અપનાવી હોવાનું પણ સૂત્રો જણાવે છે.
હાઈકોર્ટના આદેશ સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગત સપ્તાહે સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ.ઠાકુરની બેંચે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ખખડાવીને કહ્યું હતું કે, સરકાર આ કર્મચારીઓના મુદ્દે ઝડપી નિર્ણય કરે, નહીંતર અદાલત આદેશ આપશે તો રાજ્ય સરકાર ‘નાદાર’ બની જશે.
ફિક્સ પગારદારોના મામલે ગુજરાત સરકાર ભીંસમાં છે તેથી તેણે આ જાહેરાતો કરવી જ પડે તેમ છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફિક્સ પગારદારોને ફૂલ પગાર આપવાનો આદેશ કરી ટિપ્પણી કરી હતી કે, સરકાર કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં અને સમાન કામ-સમાન વેતનના નિયમ મુજબ પગાર આપવો જોઈએ.
જો કે સૌથી મોટી જાહેરાત ફિક્સ પગારદારોના પગાર અંગે કરાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર તમામ ફિક્સ પગારદારોને હાલમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર આપવાની ખાતરી આપશે. એક વાર તેમનો પ્રોબેશનનો સમય પૂરો થાય પછી તેમને સાતમા પગાર પંચનો લાભ મળે તેવી એફિડેવિટ પણ સરકાર કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિક્સ પગારદારો માટે હાલમાં પાંચ વર્ષનો સમયગાળો છે તે ઘટાડીને ત્રણ વર્ષનો કરવામાં આવશે. અત્યારે ફિક્સ પગારના કર્મચારીને પિક્સ પગારનાં પાંચ વર્ષને પ્રોબેશનનો ગાળો ગણવામાં આવે છે પણ તેને નોકરીમાં સળંગ ગણવાની ખાતરી પણ અપાશે.
ગુજરાત સરકારનું વલણ શું છે તે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો, પાંચ વર્ષના સમયગાળામાં ઘટાડો તેમજ પ્રોબેશનનો ગાળો નોકરીમાં સળંગ ગણવાની એફિડેવીટ સરકાર કરશે અને આ સમસ્યાનો ઉકેલ લાવશે.
ગાંધીનગરઃ સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 10 જાન્યુઆરીએ ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓના કેસની સુનાવણી હાથ ધરાશે ત્યારે રાજ્યના છ લાખ ફિક્સ કર્મચારીઓને મોટા આનંદના સમાચાર મળશે. ગુજરાત સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં એફિટેવિટ કરવાની છે તેમાં ત્રણ બાબતોની ખાતરી આપે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -