નર્મદા પરના કેબલ સ્ટે બ્રિજની મફત મુસાફરી થશે ખતમ, જાણો કેટલો તોતિંગ ટોલટેક્સ ચુકવવો પડશે?
નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા પછી વર્ષ ર૦૧૩માં ઝાડેશ્વર ટોલ પ્લાઝા બંધ કરાયું હતું. હવે મુલદ ચોકડી પર નવું ટોલ પ્લાઝા બનતાં જૂના અને નવા સરદાર બ્રિજ પર વાહનચાલકોએ ટોલ ટેકસ ભરવો પડશે. ટોલ ટેક્સના દર કાર, જીપ, એલએનવી વન વે ટ્રિપ માટે રૂ.ર૦ અને રિટર્ન ટ્રિપ માટે રૂ.૩૦ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાઇટ કોમર્શિયલ વિહિકલ માટે રૂ.૩પ અને પ૦ બસ અને ટ્રક ટુ એકસલ માટે રૂ.૭પ અને રૂ.૧૧૦ થ્રી એકસલ વિહિકલ માટે રૂ.૮૦ અને રૂ.૧ર૦ હેવી વિહિકલ ૧૧પ થી ૧૭૦ અને ઓવરસાઇઝ વિહિકલ માટે રૂ.૧૪૦ થી રૂ.ર૧૦ રહેશે. રેગ્યુલર ટ્રિપ કરતાં વિહિકલના દર પ૦ ટ્રિપ પ્રમાણે માસિક દર ફિક્સ કરાયા છે.
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ૩૭૦ કરોડના ખર્ચે દેશના સૌથી લાંબો કેબલ સ્ટે બ્રિજ માટે ટેક્સની વસૂલાત માટે ટેન્ડરિંગ કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. વાહનચાલકો પાસેથી વન ડે ટ્રિપ માટે રૂ.ર૦થી રૂ.૧૪૦ અને રિટર્ન ટ્રિપ માટે રૂ.૩૦થી રૂ.ર૦૦ સુધીની જોગવાઇ કરાઇ છે. નવા ટેક્સ ઉઘરાવવા માટે ૧૮ લેન બનાવવામાં આવશે. માત્ર નર્મદા બ્રિજ જ નહીં સરદાર બ્રિજ ઉપરથી પણ ટોલ વસૂલાશે.
હેવી વિહિકલના રૂ.૪,૬રપ હેવી વિહિકલ ફોર એકસલ, ૩૮૦૦, કોમર્શિયલ વિહિકલ ર૬૪પ અને ર૪રપ, લાઇટ કોમર્શિયલ વિહિકલ ૧૧પપ અને કાર અને જીપ માટે રૂ.૭૧પ લેવામાં આવશે.
ભરૂચઃ નર્મદા નદી ઉપર બનેલા કેબલ સ્ટે બ્રિજ પરથી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી ટોલ ટેકસ વસૂલવાનું શરૂ કરાશે. જેના કારણે બાય રોડ સુરત અને મુંબઇ જવા વાહનચાલકોએ વધુ એક ટોલ ટેકસ ચૂકવવો પડશે. બ્રિજનો ઉપયોગ કરવા સ્થાનિક વાહનચાલકોને પણ મહિને રૂ. ર૪પનો ખર્ચ કરવો પડશે. જ્યારે જીપ અને કારચાલકે રૂ.૩૦ અને માસિક રૂ.૭૧પનો ખર્ચ કરવો પડશે. આમ, વાર્ષિક રૂ. ૭પ કરોડનું ભારણ આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -