હારીજઃ 18 વર્ષની યુવતીને 19 વર્ષીય યુવક સાથે બંધાયા સંબંધ ને આવ્યો કેવો કરૂણ અંજામ?
યુવકનો નીચેનો ભાગ પેન્ટ સાથેની સ્થિતિમાં હતો. ગુરુવારે સાંજે ગુરૂવાર સાંજના 4 કલાકે બાવળની ઝાડીમાં યુવકનો શરીરનો અડધો નીચેનો ભાગ મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા રસુલપુરાની 3 કિ.મી બાજુમાં આવેલા વાઘેલ ગામના દેવીપૂજક યુવક- યુવતી ગુમ થયા હતા. આ ઘટના બાદ તેમના મા બાપને ઘટના સ્થળે બોલાવતાં બંનેના કપડા મોબાઇલ ઉપરથી ઓળખ થતા બંને પ્રેમી પંખીડા ઝેર પીને જીવન ટૂંકાવ્યાનું અનુમાન થયું હતું.
બુધવારે બપોરના સુમારે રસુલપુરા ગામથી બુડા વચ્ચે માર્ગ પર શ્વાન દ્વારા માનવનું કંકણ પગના ભાગ લઇને રસ્તા પડેલો ગ્રામજનો જોઇ જતા તેની જાણ પોલીસને કરતા પોલીસે બે દિવસમાં સમગ્ર ઘટના પ્રકાશ લાવી બે યુવક યુવતી મૃતદેહ રસુલપુરાના જંગલમાંથી શોધી કાઢયા હતા.
હારિજઃ મંગળવારે હારિજ તાલુકાના રસુલપુરા (ગાલ્લા) ગામ નજીક એક માનવ પગના અંગને કૂરતાઓ રસ્તા પર લાવતાં ગ્રામજનોએ હારિજ પોલીસને જાણ કરતાં પોલીસે ડોગસ્ક્વોડ અને એફએસલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝાડીઓમાં બે માનવ કંકાળ મળી આવ્યા હતા. આ માનવ કંકાલ વાઘેલા ગામના ગુમ થયેલા પ્રેમીપંખીડાના હોવાનું સામે આવ્યું છે.
ગુરુવારે પોલીસે ડોગસ્ક્વોડ અને એફએસએલની ટીમ સાથે તપાસ હાથ ધરી તો બાવળોની ઝાડીના જંગલમાંથી એક યુવતીનું હાડપિંજર મળી આવ્યું હતું જ્યારે યુવકના શરીરના ઉપરના ભાગનું મૃતદેહ જંગલી પશુઓએ ફેંદેલી હાલતમાં મળી આવ્યો હતો.
જ્યારે યુવતીના મૃતદેહમાંથી જંગલી પશુઓએ ભક્ષણ કરીને તેના કંકાલ અલગ અલગ અંગ જુદી જુદી જગ્યાએથી મળી આવ્યા હતા. વાઘેલ ગામના દેવીપૂજક લાલો રમેશભાઇ(19) અને મનીષા દિનેશભાઇ(18) તેમના કુંટુબીજનોએ આવી કપડા અને મોબાઇલ પરથી બંને પ્રેમીપંખીડાઓની ઓળખ કરી હતી.
હારિજના પીએસઆઇ વી.વી.ત્રિવેદી અને સ્ટાફ તપાસ હાથ ધરતા યુવકના મૃતદેહ પાસે ઝેરની બોટલ અને મોબાઇલ પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. પોલીસે હારિજ રેફરલના તબીબ દિલીપભાઇ ચૌધરી અને પી.એન.સોલંકીએ ઘટના સ્થળ પર જઇને પીએમ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -