વાંકાનેરઃ યુવતીએ યુવકને પરાણે સેક્સની ફરજ પાડી ઉતારી ક્લિપ, જાણો પછી શું થયું?
વાંકાનેરઃ શહેરના પટેલ યુવકને અજાણી યુવતી સાથે ફ્રેન્ડશીપ કરવી ભારે પડી ગઈ છે. ફોન પર સંપર્કમાં આવેલી યુવતીએ યુવકને વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલાવી તેનું અપહરણ કરી લીધું હતું અને પછી તેને પરાણે સેક્સ સંબંધ બાંધવા મજબૂર કરી તેની બિભત્સ ક્લિપ ઉતારી લીધી હતી અને આ પછી તેને બ્લેકમેલ કરીને 12 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ વાંકાનેર તાલુક પોલીસ મથકમાં નોંધાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, અંતે આ યુવક હિમ્મત કરીને પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે કાજલ નામની યુવતી અને પોલીસ તરીકેની ઓળખ આપીને લૂંટ ચલાવનાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ યુવતી અને તેના સાગરીતોએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપીને કટકે કટકે યુવક પાસેથી 12 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ લોકોએ યુવક પૈસા ન આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી યુવક ખૂબ ડરી ગયો હતો. જેનો તેમણે ફાયદો ઉઠાવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, આજથી 40 દિવસ પહેલાં પટેલ યુવકને એક અજાણી યુવતીએ કાજલ નામ આપીને ફોન પર વાત શરૂ કરી હતી. આ પછી વારંવાર ફોન કરીને મિત્રતા કેળવી તેને વિશ્વાસમાં લઈને વાંકાનેર બાઉન્ડ્રી પર બોલાવ્યો હતો. જ્યાં યુવક કાર લઈને પહોંચતા તે તેની કારમાં બેસી ગઈ હતી. તેઓ વાંકાનેર તરફ આવી રહ્યા હતા, ત્યારે બે બાઇક પર સવાર આ યુવતીના સાગરીતોએ કાર રોકાવી હતી અને યુવકને ઢોર માર માર્યો હતો.
એટલું જ નહીં, યુવક પાસેથી રોકડા સાત હજાર રૂપિયા, ડ્રાઇવિંગ લાયન્સ લઈ લીધું હતું અને તેનું અપહરણ કરીને તેને જસદણ તરફ લી ગયા હતા. જ્યાં યુવતીએ યુવક સાથે અડપલા કર્યા હતા અને આ પછી તેને પરાણે સેક્સ સંબંધ માટે મજબૂર કર્યો હતો. બીજી તરફ તેના સાગરીતોએ યુવકની સેક્સ ક્લિપ ઉતારી લીધી હતી. આ પછી આ ક્લિપને આધારે તેને બ્લેકમેલ કર્યો હતો. અહીં યુવક પાસેથી બીજા 4 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -