હાઈ સીક્યુરિટી નંબર પ્લેટ માટે હવે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે, જાણો આપવી પડશે કેટલી રકમ?
વાહન માલીક ઈચ્છે તો ઓટો ડીલર્સ ઉપરાંત સંબંધિત આર.ટી.ઓ અથવા એ.આર.ટી.ઓ ખાતે પણ હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ ફીટમેન્ટ કરાવી શકશે. આ નિયમ ભાવોથી વધુ ભાવ વાહન માલિકે ચૂકવવાના રહેશે નહીં તેમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાઈટ મોટર વ્હીકલનો ફીટમેન્ટ ભાવ 400 રૂપિયા લેવામાં આવે છે જેમાં 150 રૂપિયાનો વધુ સર્વિસ ચાર્જ લેવામાં આવશે. જ્યારે હેવી મોટર વ્હીકલ પર 420 રૂપિયાનો ફીટમેન્ટ ભાવ છે જેમાં 150 રૂપિયાનો વધુ સર્વિસ ચાર્જ લેવામાં આવશે.
ગાંધીનગરઃ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ માટે વાહન વ્યવહાર વિભાગે ભાવો નક્કી કર્યા છે. આ ફીટમેન્ટના ભાવ મુજબ ટુ વ્હીલર માટે આરટીઓ કચેરી ખાતે 140 અને વાહન ડીલર્સ દ્વારા ફીટમેન્ટ માટે 89 રૂપિયા સર્વિસ ચાર્જ લેવાશે. થ્રી વ્હીલરના 180 અને સર્વિસ ચાર્જ 89 રૂપિયા, લાઇટ મોટર વેહિકલના આરટીઓ ખાતે 400 અને ડીલર્સનો સર્વિસ ચાર્જ 150 રૂપિયા તથા હેવી મોટર વેહિકલ માટે અનુક્રમે રૂ. 430 અને 150 ફીટમેન્ટ સર્વિસ ચાર્જ નક્કી કરાયો છે.
ટુ વ્હીલરના 140 રૂપિયા ફીટમેન્ટ ભાવ છે જેમાં 89 રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ લેવામાં આવશે. થ્રી વ્હીલરના 180 રૂપિયા ફીટમેન્ટ ભાવ છે જેમાં 89 રૂપિયા વધારાનો સર્વિસ ચાર્જ લેવામાં આવશે.
ગુજરાતમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP)ના અમલીકરણ અંતર્ગત, રાજ્યની તમામ આર.ટી.ઓ અને એ.આર.ટી.ઓ ઉપરાંત ગુજરાતના તમામ ઓટો ડિલર્સને વાહનોમાં હાઈ સિક્યુરીટી નંબર પ્લેટ ફીટમેન્ટ માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -