રાજકોટ: વિઠ્ઠલ રાદડિયાનું જિલ્લા બેંકના ચેરમેનપદેથી રાજીનામું, કોણ બનશે ચેરમેન, જાણો વિગત
નવા ચેરમેન તરીકે જયેશ રાદડિયાની નિમણૂંક થવાની સંભાવના છે. આગામી 15 ફેબ્રુઆરીના જિલ્લા બેંક ખાતે ચેરમેનની ચૂંટણી રાખવામાં આવી છે. ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી ડીડીઓ ધર્મેશ મકવાણાની નિમણૂંક કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ છેલ્લા 15 દિવસથી રાદડિયા માત્ર ડોક્ટરોની દેખરેખ હેઠળ જ છે. તબિયતમાં સુધારો થતાંની સાથે રાદડિયાએ બેંકના વહીવટી કામમાં ધ્યાન નહીં આપી શકતા બેંકના બોર્ડને રાજીનામું મોકલી આપ્યું છે. જે બોર્ડ બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન તરીકે વિઠ્ઠલ રાદડિયાએ ખેડૂત ઉપયોગી અનેક કામો કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વિઠ્ઠલ રાદડિયાની તબિયત નરમ હોવાથી અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે. એક સમયે તેમની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.
નાબાર્ડે સમગ્ર દેશની નમૂનેદાર જિલ્લા બેંકનો ખિતાબ રાજકોટ જિલ્લા બેંકને આપ્યો છે અને આ બેંકની વહીવટી કામગીરીમાંથી અન્ય જિલ્લા બેંક પ્રેરણા લે તે માટે નાબાર્ડ સમયાંતરે રાજકોટ જિલ્લા બેંકના પ્રવાસનું આયોજન કરે છે.
ચેરમેનપદે તેમના પુત્ર અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની નિમણૂંક લગભગ નક્કી જ છે. ચેરમેનપદેથી રાજીનામું આપ્યું તેના સમાચાર પણ સોશિયલ મીડિયા વાયરલ થયા હતાં.
રાજકોટ: રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાની છેલ્લા કેટલા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે બેંકના વહીવટી કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. પરિણામે તેમણે બેંકના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા ચેરમેનપદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આગામી ગુરૂવારે ચૂંટણી યોજવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -