જીજ્ઞેશ મેવાણી સામે નિકળ્યું બિનજામીનપાત્ર વોરંટ, થઈ શકે ધરપકડ, જાણો શું છે કેસ?
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલન દરમિયાન જિગ્નેશ અને તેના સપોર્ટર્સે અમદાવાદ રેલવે સ્ટેશનના પાટા પર બેસીને રાજધાની એકસપ્રેસને રોકી હતી. તે દરમિયાન જિગ્નેશની ધરપકડ કરવામાં આવી હતી. જિગ્નેશની માંગ હતી કે, વર્ષો પહેલાથી દલિતોને જે જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલ ઘમાસાનની વચ્ચે અમદાવાદની એક કોર્ટે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ રોકવાને લઈને તેની વિરૂદ્ધ દાખલ એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેતા આ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી અનુસાર સોમવારે એડીશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરએસ લંગાએ કોર્ટમાં હાજર ન રહેતા મેવાણી સહિત 12 અન્ય લોકો વિરૂદ્ખ બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું છે.
એડવોકેટના જણાવ્યા અનુસાર, કોર્ટને અરજી કરવામાં આવી હતી કે નોમિનેશનની પ્રક્રિયા માટે મેવાણી ઉત્તર ગુજરાતના વડગામમાં છે, માટે તે કોર્ટમાં હાજર નહીં રહી શકે. પરંતુ કોર્ટની દલીલ હતી કે, નોમિનેશનની પ્રક્રિયા તે સુનાવણીની તારીખ પહેલા પણ સમાપ્ત કરી શકતા હતા. આ પહેલા પણ એક વાર તે સુનાવણીની તારીખે ગેરહાજર રહ્યા હતા. હવે જિગ્નેશ બુધવારના રોજ કોર્ટમાં હાજર થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -