અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે ઉત્તર ગુજરાતની કઈ બેઠક પરથી આપી ટિકિટ? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસે આજે કેટલાક ઉમેદવારોને ફોનથી ઉમેદવારીપત્ર ભરવા કહી દીધું છે. આ ઉમેદવારોમાં તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્પેશ ઠાકોર અગાઉ સિધ્ધપુર બેઠક પરથી લડવા માગતા હતા પણ સ્થાનિક ના હોવાથી તેમનો વિરોધ થતાં છેવટે કોંગ્રેસે તેમને રાધનપુર બેઠક પરથી લડાવવાનો નિર્ણય લીધો છે. અલ્પેશ ઠાકોર આવતી કાલે સોમવારે ઉમેદવારીપત્ર ભરશે.
કોંગ્રેસ મોવડીમંડળે અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાધનપુર બેઠક ભાજપ પાસે છે. ભાજપના નાગરજી ઠાકોર 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -