હાર્દિક પટેલના રોડ શોમાં હજારોની સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને ગવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. આ વખતની ચૂંટણીમાં પાટીદારો કોની તરફ રહેશે તેની ચર્ચા સૌ કોઈમાં ચાલી રહી છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલના રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરાયું છે.
આ અંગે પાસ સમિતિ સુરતના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, રેલી હાથી મંદિર, લક્ષ્મીધામ, આંબાતલાવડી, અક્ષરવાડી, ડભોલી ચાર રસ્તા, જહાંગીરપુરા, પ્લેટેનીયમ પાર્ક, કોઝવે, સિંગણપોર રોડ કેશવ પાર્ક અને રંગદર્શન થઈને પરત ગજેરા સર્કલ પરત ફરશે.
હાર્દિક પટેલના રોડ શો વિવિધ વિસ્તારોમાં ફર્યાં બાદ બપોરે એક કલાક સુધી એટલે કે બપોરે દોઢ વાગ્યા સુધી વિરામ લેશે. દોઢ વાગ્યાથી પુન: રોડ-શોની શરૂઆથ થશે. જે સાંજે સવા સાત વાગ્યા સુધી ચાલશે. સાંજે સવા સાત વાગ્યે યોગીચોક ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
કતારગામના હાથી મંદિરથી શરૂ થયેલી જનક્રાંતિ મહારેલીમાં મોટી સંખ્યામાં પોટીદાર લોકો જોડાયા છે. રેલીમાં જય સરદાર, જય પાટીદારના ઠેર-ઠેર નારા ગૂંજી ઉઠી રહ્યાં છે. જ્યારે ભાજપ જવાની સાથે સરદાર લડે છે ગોરો સે, હમ લડેંગે ચોરો સે જેવા નારાઓ લાગી રહ્યા છે.
હાર્દિક પટેલના રોડ શોની શરૂઆત શરૂઆત કતારગામના હાથી મંદિરથી કરવામાં આવી છે. જેમાં ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયેલા જોવા મળ્યાં છે. આ રોડ શોમાં જય સરદાર, જય પાટાદારના લાગ્યા નારા લાગ્યા હતાં. હાર્દિક પટેલનો રોડ-શો શહેરના આશરે 35 કિલોમીટર વિસ્તારમાં ફરશે તેવું જાણવા મળ્યું હતું. જેમાં 6 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -