શીલા દિક્ષિત પંચતત્વમાં વિલિન, અંતિમ સંસ્કારમાં સામેલ થયા અમિત શાહ અને કોંગ્રેસના મોટા નેતાઓ

દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર બે દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Jul 2019 04:21 PM
ભીની આંખો સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનો અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યો. આ સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યાં હતા. ભારે વરસાદ હોવા છતાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા
ગૃહ મંત્રી અમિત શાહ શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ પહોંચશે.
ગૃહ મંત્રી અમિત શાહ શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ પહોંચશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિહ, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે, શીલા દીક્ષિતની ખોટ સાલશે. તે એક નેતાથી વધુ એક સારા મિત્ર હતા.

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી.
પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપી હતી.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
આજે બપોરે અઢી વાગ્યે રાજધાનીના નિગમબોધ ઘાટ પર શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અગાઉ સવારે સાડા અગિયાર વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમની બહેનના ઘરથી કોગ્રેસની ઓફિસ સુધી લઇ જવામાં આવશે જે 12:15 વાગ્યા સુધી પહોંચશે. અહીં કોગ્રેસ નેતા અને અન્ય લોકો શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપશે

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયુ હતું. આજે બપોરે અઢી વાગ્યે રાજધાનીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અગાઉ સવારે સાડા અગિયાર વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમની બહેનના ઘરથી કોગ્રેસની ઓફિસ સુધી લઇ જવામાં આવશે જે 12:15 વાગ્યા સુધી પહોંચશે. અહીં કોગ્રેસ નેતા અને અન્ય લોકો શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપશે. પાર્થિવ શરીરને બપોરે દોઢ વાગ્યા સુધી કોગ્રેસની ઓફિસમાં રાખવામાં આવશે. ત્યારબાદ અહીથી પાર્થિવ શરીરને નિગમબોધ ઘાટ લઇ જવામાં આવશે.

દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર બે દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. શીલા  81 વર્ષની હતી. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. શીલા 1998થી 2013 વચ્ચે 15 વર્ષો સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. શીલા દીક્ષિતનો જન્મ  31 માર્ચ 1938ના રોજ પંજાબના  કપૂરથલામાં થયો હતો. તેમણે દિલ્હીની કોન્વેટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા હાઉસ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું. તેઓ 1984થી 1989 સુધી ઉત્તર પ્રદેશના કન્નોજથી સાંસદ રહ્યા બાદમા દિલ્હીની રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.