VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, જેટલો આતંકવાદ વધશે તેટલી પાકિસ્તાન માટે વધારે મુશ્કેલીઓ ઊભી થશે.
કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નીતિઓ જ ભારે પડી રહી છે. નવાઈની વાત એ છે કે, જમ્મુ જે સુરક્ષિત ગણાતું હતું ત્યાં હવે આતંકવાદીઓ ઘૂસીને હુમલા કરી રહ્યા છે.
આમ ભાજપનાં રાજમાં કુલ 281 જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત વર્ષ 2018માં અત્યાર સુધીમાં પાકિસ્તાને 160થી વધુ વખત ઔયુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. ગત વર્ષે પાકિસ્તાને 860 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.
કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર આવી ત્યારથી અત્યાર સુધીમાં 281 જવાનો શહીદ થયા છે. વર્ષ 2014માં 51, 2015માં 41, 2016માં સૌથી વધુ 66, 2017માં 83 અને 2018માં અત્યાર સુધીમાં 18 જવાનો શહીદ થયા છે.
આતંકવાદીઓ બેફામપણે ભારતમાં ઘૂસીને લશ્કરી છાવણીઓ ઉપર હુમલા કરવાની ગુસ્તાખી કરી રહ્યા છે. સુંજુવાન હુમલા બાદ શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ ઉપરના હુમલા બાદ લશ્કર-એ-તૈયબા દ્વારા જવાબદારી સ્વીકારવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં બીજી વખત મોટો આતંકવાદી હુમલો થયો છે. પહેલો હુમલો શનિવારે જમ્મુના સુંજુવાન ખાતે આર્મી કેમ્પ ઉપર થયો હતો. હજુ અહીં આતંકવાદીઓને શોધવાનું અને ઠાર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યાં સોમવારે શ્રીનગરના સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકવાદીઓએ બીજો હુમલો કર્યો છે.
મહત્ત્વની વાત એ છે કે, સીઆરપીએફના જવાનો દ્વારા આતંકવાદીઓને કેમ્પમાં અંદર જતાં રોકી દેવાયા છે. તેઓ એક મકાનમાં ઘૂસેલા છે અને ફાયરિંગ ચાલુ છે. આ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. જવાનો આતંકવાદીઓને ઠાર મારવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આયુષ્માન કાર્ડ પર વર્ષમાં કેટલી વાર મફત સારવાર લઈ શકાય? 90% લોકોને ખબર નથી આ 'સિક્રેટ' નિયમ!
ટ્રેન ઉપડવાના આટલા કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર નહીં મળે રિફંડ, જાણો કેન્સલેશનના નવા નિયમો
Sonia Khatri: બિશ્નોઇ ગેન્ગે જે જીમ પર કર્યુ ફાયરિંગ, તેની માલકિનનું ફિગર ઉડાવી દેશે હોશ, જુઓ ફોટોઝ
Gun License: એક વ્યક્તિને કેટલા ગન લાઈસન્સ મળી શકે છે, જાણો શું કહે છે તેનો કાયદો?
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
Oscars 2026: ઓસ્કર નોમિનેશનમાં 'સિનર્સ'એ રચ્યો ઈતિહાસ, હોલિવૂડની 'ટાઈટેનિક'નો તોડ્યો રેકોર્ડ
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, 3.25 ફિટમેન્ટ ફેક્ટરથી પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે ?
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો