Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ઓસ્કાર 2026 માટેના નોમિનેશન્સ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ભારત સહિત વિશ્વભરની નજર આ નોમિનેશન્સ પર હતી.

Oscar Nominations 2026 Announcement : ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ઓસ્કાર 2026 માટેના નોમિનેશન્સ આજે જાહેર કરવામાં આવ્યા હતા. ભારત સહિત વિશ્વભરની નજર આ નોમિનેશન્સ પર હતી. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ (AMPAS) દર વર્ષે ઓસ્કારનું આયોજન કરે છે. ભારત તરફથી આ વર્ષે ઓસ્કારમાં "હોમબાઉન્ડ"નું નામ સામેલ હતું, પરંતુ ભારતને નિરાશા મળી છે. "હોમબાઉન્ડ" ને ઓસ્કારમાં નોમિનેશન મળ્યું નથી. જ્યારે ફ્રેંકસ્ટીન, સિનર્સ અને વન બૈટલ ઓફ્ટર અન "સિનર્સ" અને "વન બેટલ આફ્ટર અનધર" ને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. ઓસ્કાર એવોર્ડ્સનું આયોજન 15 માર્ચ, 2026 ના રોજ થવાનું છે.
And the nominees for Best Picture are... #Oscars pic.twitter.com/khoVsDQlnZ
— The Academy (@TheAcademy) January 22, 2026
The nominations for Actor in a Leading Role go to... #Oscars pic.twitter.com/yesAUNw36s
— The Academy (@TheAcademy) January 22, 2026
The nominations for Actress in a Leading Role go to... #Oscars pic.twitter.com/Mc090VFJrS
— The Academy (@TheAcademy) January 22, 2026
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની રેસમાં હતી "હોમબાઉન્ડ"
98મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતની બધી આશાઓ "હોમબાઉન્ડ" પર ટકેલી હતી. "હોમબાઉન્ડ" શ્રેષ્ઠ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની દોડમાં હતી. જોકે, "હોમબાઉન્ડ" ને નોમિનેશનમાં સ્થાન મળ્યું ન હતું. વધુમાં, "કાંતારા ચેપ્ટર 1," "તન્વી ધ ગ્રેટ," "મહાવતાર નરસિંહમ્હા" અને "ટુરિસ્ટ ફેમિલી" જેવી ફિલ્મોને શ્રેષ્ઠ ફિલ્મ માટે રિમાઇન્ડર યાદીમાં સામેલ કરવામાં આવી હતી. જો કે, આ ફિલ્મોને પણ ઓસ્કાર નોમિનેશન મળ્યું ન હતું. આનાથી ફરી એકવાર ભારતની ઓસ્કાર જીતવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
આ ફિલ્મોએ "હોમબાઉન્ડ" ને પછાડીને શ્રેષ્ઠ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણીમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. "હોમબાઉન્ડ" ઉપરાંત, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નામાંકિત અન્ય ફિલ્મોમાં "ધ સિક્રેટ એજન્ટ" (બ્રાઝિલ), "ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ" (ફ્રાન્સ), "સેન્ટિમેન્ટલ વેલ્યુ" (નોર્વે), "સિરાત" (સ્પેન), "ધ વોઇસ ઓફ હિંદ રજબ" (ટ્યુનિશિયા) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
હોમબાઉન્ડની સ્ટોરી છે ?
હોમબાઉન્ડની સ્ટોરી સરકારી નોકરી મેળવવા માટેના સંઘર્ષ, શિક્ષણ વ્યવસ્થા, જાતિવાદ, ધર્મ અને ભેદભાવ જેવા મુદ્દાઓને ગંભીરતા સાથે બતાવે છે. તા પડકારો પર કેન્દ્રિત છે.





















