મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે પરંતુ મુખ્યમંત્રીની ખુરશીને લઇને શિવસેના અને બીજેપી વચ્ચે ધમાસાન ચાલી રહ્યું છે. રાજ્યમાં શું થશે? કોની બનશે સરકાર? જેવા પ્રશ્નોની હાલ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે 11 નવેમ્બરે બહુમત સાબિત કરવો પડશે.

મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી ચૂકી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી પડી છે. શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી રહી છે.

બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત

જૂનાગઢઃ લીલી પરિક્રમા દરમિયાન બે શ્રદ્ધાળુના હાર્ટ એટેકથી મોત, જાણો વિગતે

અયોધ્યાના ચુકાદા બાદ PM મોદીએ કર્યુ દેશને સંબોધન, કહી આ મોટી વાત