મુંબઈઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટૂંક સમયમાં જ રૂપેરી પડદે ફરી ધમાકો કરવાની છે. તે ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રિમેકમાં ગ્લેમરસ ટીચરના રોલમાં જોવા મળશે. અનુષ્કા આ ફિલ્મમાં એક હોટ અને સેકસી ટીચરની ભૂમિકા નિભાવાની છે.
ફિલ્મની દિગ્દર્શક ફરાહ ખાન પોતાની ડેબ્યુ ડાયરેકટરની ફિલ્મ ‘મૈં હું’ની ઇફેક્ટ રિક્રિએટ કરવાની છે. આ માટે ફરાહ ખાસ તૈયારી પણ કરી રહી છે. મૂળ ફિલ્મ ‘સત્તે પે સત્તા’માં હેમા માલિની એ પાત્ર હોટ એન્ડ ગ્લેમરસ નર્સનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ મીડિયા રિપોર્ટની માનીએ તો પોતાની આ ફિલ્મની રીમેકમાં ફરાહ લીડ અભિનેત્રીને હોટ એન્ડ સેક્સી ટીચરના રોલમાં દેખાડવાની છે. ફિલ્મ ‘મૈં હુ ના’ સુષ્મિતા સેને પોતાના લટકા-ઝટકા અને સ્ટાઇલિશ અંદાજમાં સાડી પહેરનારી ગ્લેમરસ ટીચરના રોલમાં લોકપ્રિયતા મેળવી હતી. આજે પણ સુષ્મિતાના ચાહકો તેના આ પાત્ર અને લુકને ભૂલી શક્યા નથી.
ઓરિજનલ ‘સત્તે પે સત્તા’માં અમિતાભ બચ્ચન અને હેમા માલિની મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે રીમેકમાં ઋતિક રોશન અને અનુષ્કા શર્મા હશે.
જૂનાગઢઃ લીલી પરિક્રમા દરમિયાન બે શ્રદ્ધાળુના હાર્ટ એટેકથી મોત, જાણો વિગતે
અયોધ્યાના ચુકાદા બાદ PM મોદીએ કર્યુ દેશને સંબોધન, કહી આ મોટી વાત
દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો, કમોસમી વરસાદથી ધરતીપુત્રોની વધી ચિંતા
સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
abpasmita.in
Updated at:
09 Nov 2019 07:39 PM (IST)
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ટૂંક સમયમાં જ રૂપેરી પડદે ફરી ધમાકો કરવાની છે. તે ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રિમેકમાં ગ્લેમરસ ટીચરના રોલમાં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -