Anshula Kapoor Fat To Fit : અંશુલાના બોડી ટ્રાન્સફોર્મેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના બોડી ટ્રાન્સફોર્મેશનની આ લેટેસ્ટ તસવીરોએ બધાને ચોંકાવી દીધા છે.


થોડા સમય પહેલા જ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તેની વેઈટ લોસ જર્ની માટે ચર્ચામાં આવ્યો હતો. હવે તેની બહેન અંશુલા કપૂરે પણ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે એક  પ્રરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હા, અલબત્ત, જો આપ   પણ વજન ઓછું કરવા માંગો છો, તો અહી આપના માટે અમે તેની  સિક્રેટ ટિપ્સ  રજૂ કરી રહ્યાં છે.  અંશુલાના બોડી ટ્રાન્સફોર્મેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે અંશુલા લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તેના બોડી ટ્રાન્સફોર્મેશનની આ લેટેસ્ટ તસવીરોએ બધાને ચોંકાવી દીધા છે. આવો જાણીએ કે અંશુલાએ પોતાના વજનને કંટ્રોલ કરીને આટલો સ્લિમ લૂક કેવી  રીતે મેળવ્યો.


દાદીના ઘરનું ફૂડ પસંદ છે


આમ તો અંશુલાને દાદીના ઘરનું ફૂડ જ વધુ પસંદ છે. અંશુલા વીકના 4 દિવસ વર્કઆઉટ કરે છે. બે દિવસ તે હાર્ડ વર્ક આઉટ અને 2 દિવસ તે કાર્ડિયો પર ધ્યાન આપે છે.


શું છે અંશુલાનો નો ડાયટ પ્લાન?


બ્રેકફાસ્ટમાં અંશુલા એવોકેડો અને ટોસ્ટ લે છે. ત્યારબાદ તે બ્લેક કોફી પીવાનું પસંદ કરે છે. લંચમાં તે 2 રાગીની રોટી, 150 ગ્રામ બોનલેસ ચિકન, એક કટોરી સબ્જી  અને સલાડ લે છે. સાંજે નાસ્તમાં તે અખરોટ ખાઇ છે. આ સાથે પ્રોટીન શેક, કે નટ્સ શેક પીવે છે. સાંજે તે શેકેલ ચિકન, ગ્રિલ્ડ  સબ્જીની સાથે રાગીની  રોટી ખાઇ છે.


અંશુલાના મોડી રાત સુધી જાગવાની આદત છે. આ સમયે તેને ભૂખ લાગે તો તે પ્રોટીન શેક પીવે છે. જો આપ પણ વેઇટ લોસ કરવા માંગતા હો તો આ રૂટીનને ફોલો કરી શકો છો.


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી વિધિ, દવા, પદ્ધતિઓ અને દાવાની abp અસ્મિતા પુષ્ટી કરતું નથી. આ પ્રકારના કોઇપણ ઉપચાર,ઉપાય, વિધિ વિધાનનને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લો.