વધારે મીઠું ખાવાથી BP જ નહીં ડાયાબીટીસ પણ થવાનું જોખમ
રિસર્ચ અનુસાર સોડિયમની અસરથી લેટેન્ટ ઓટોઇમ્યૂન ડીયાબીટીસનું જોખમ પ્રતિ દિવસ ગ્રામ સોડિયમ પર 73 ટકા સુધી વધી જાય છે. મીઠામાં રહેલ સોડિયમ LADAનું મુખ્ય કારણ છે. માટે તમારા ભોજનમાં મીઠાનો ઉપયોગ ઓછો કરો. મીઠું વધારે પ્રમાણમાં લેવાથી તમારું બ્લડ પ્રેશરની સ્થિતિ બગાડી શકે છે. ઉપરાંત મીઠાનું વધારે સેવન કરવાથી હૃદયની બીમારીનું જોખમ પણ વધી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વીડનની ઇન્ટ્સિટ્યૂટ ઓફ ઇન્વાઈરનમેન્ટલ મેડિસિનના આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકો દરરોજ અંદાજે 7.3 ગ્રામ મીઠાનું સેવન કરે છે તેમને ટાયાબીટીસનું જોખમ વધી જાય છે જે લોકો દરરોજ 6 ગ્રામ સુધી મીઠાનું સેવન કરે છે. સંશોધનકર્તાનું કહેવું છે કે, મીઠામાં હાજર સોડિયમ ઇન્સુલિન પ્રતિરોધ પર સીધી અસર કરે છે. આ કારણે હાઈ બ્લડ પ્રેશર અને વજન વધવા જેવી સમસ્યા ઉભી થાય છે. વધુ માત્રામાં મીઠાનું સેવન વયસ્કોમાં લેટેન્ટ આટોઈમ્યૂન ડાયાબીટીસ (LADA)નું જોખમ વધારી દે છે.
નવી દિલ્હીઃ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે એનાથી કોઈ અજાણ નથી. તે શરીરમાં અનેક જરૂરીયતો પૂરી કરે છે. પરંતુ વધારે મીઠું ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ. હાલમાં જ થયેલ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વધારે મીઠું ખાવાથી ડાયાબીટીસ થવાનું જોખમ પણ વધી જાય છે. વધારાનું 2.5 ગ્રામ મીઠું સેવન કરવાથી ટાઈપ 2 ટાયાબીટીસનું જોખમ 43 ટકા સુધી વધી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -