Omicron variant :ઓમિક્રોન વેરિઅન્ટ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે કોરોનાનો આ પ્રકારમાં લગભગ 32 મ્યુટેશન જોવા મળ્યા છે, જે વેક્સિનમાં શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિને સરળતાથી માત આપી શકે છે.  ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોનાના આ પ્રકારથી દેશમાં ત્રીજી લહેર આવી શકે છે, તેથી તેને રોકવા માટેના ઉપાય કરવા ખૂબ જ મહત્વના છે.


સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ રસી લગાવેલા લોકોમાં પણ ચેપ લાવી શકે છે, તેથી તેને રોકવા માટેના પગલાં લેવા જરૂરી છે.  ચાલો ણીએ કે કોરોનાના આ સંકટથી દૂર રહેવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ


માસ્ક પહેરવું જરૂરી છે


સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમામ લોકોએ કોરોનાના આ ગંભીર ખતરાથી દૂર રહેવા માટે વિશેષ સતર્ક રહેવું જરૂરી છે. આ માટે માસ્ક પહેરવું સૌથી પ્રાથમિક અને  જરૂરી કામ છે. માસ્ક પહેરવાથી તમારી જાતને કોરોના સંક્રમણથી ઘણી હદ સુધી બચાવી શકાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, જે લોકોએ રસી લગાવી છે તેઓએ પણ માસ્ક પહેરવું જરૂરી છે. 


સામાજિક અંતર જાળવવું


કોરોનાના આ ભયથી બચવા માટે નિષ્ણાતો તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે. અભ્યાસ દર્શાવે છે કે, એકબીજાથી લગભગ 6 ફૂટનું અંતર રાખીને કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. કોવિડ-19નું જોખમ મુખ્યત્વે એવા સ્થળોએ વધારે છે જ્યાં લોકો નજીકના સંપર્કમાં હોય રહે છે.


કોરોનાના આ ભયથી બચવા માટે નિષ્ણાતો તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે. અભ્યાસ દર્શાવે છે કે, એકબીજાથી લગભગ 6 ફૂટનું અંતર રાખીને કોરોનાના ફેલાવાને રોકી શકાય છે. કોવિડ-19નું જોખમ મુખ્યત્વે એવા સ્થળોએ વધારે છે જ્યાં લોકો નજીકના સંપર્કમાં હોય.


રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની રીતો


કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાના પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોમાં કોરોનાનું જોખમ વધારે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે ઉકાળો પીવો, કસરત, પૂરતી ઊંઘ, પૌષ્ટિક આહાર અને મોસમી ફળો અને લીલા શાકભાજીનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ.