આજકાલ લોકો ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકોને સાંજે સ્ટ્રીટ ફૂડ ખાવાની તલબ હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ઘરની બહાર જવા માટે થોડા આળસુ હોય છે.


આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ઘરે સ્ટ્રીટ ફૂડ બનાવવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ મોમોઝ ખાવાના શોખીન છો તો આ સરળ રેસિપીને અનુસરીને તમે ઘરે સ્વાદિષ્ટ મોમોઝ બનાવી શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ આ રેસિપી વિશે.


મોમોઝ બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડે છે
બહાર જેવા જ ટેસ્ટી મોમોઝ બનાવવા માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે જેથી તમને બહાર જેવો જ સ્વાદિષ્ટ ટેસ્ટ મળે. જેમ કે એક કપ મેદાનો લોટ, એક કપ છીણેલી કોબી, એક કપ છીણેલું ગાજર, એક કપ બારીક સમારેલા કેપ્સિકમ અને ડુંગળી, એક ચમચી કાળા મરીનો પાવડર, આદુની પેસ્ટ અને બે ચમચી તેલ સાથે સ્વાદ અનુસાર મીઠું. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘરે વેજ મોમોઝ બનાવી શકો છો.


વેજ મોમોઝને કેવી રીતે બનાવવા
મોમોઝને બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એક વાસણમાં મેદાનો લોટ લેવાનો રહેશે. તેમાં મીઠું અને એક ચમચી તેલ નાખીને પાણીની મદદથી સારી રીતે મસળી લો. હવે લોટને કપડામાં લપેટીને 10 મિનિટ માટે થોડો નરમ થવા માટે રાખો.


મેદાના લોટને 10 મિનિટ સુધી રાખો, પછી બીજી બાજુ એક કડાઈમાં એક ચમચી તેલ નાખો અને ડુંગળી થોડીક બ્રાઉન થાય એટલે તેમાં સમારેલા અને છીણેલા શાકભાજી, આદુની પેસ્ટ, ઉમેરો. કાળા મરી પાવડર અને મીઠું સારી રીતે મિક્સ કરો.


પછી તેને ઢાંકીને થોડીવાર પકાવો, 5 થી 8 મિનિટ પછી આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને થોડી વાર ઠંડુ થવા દો. હવે લોટમાંથી એક બોલ બનાવો અને તેને પુરીના આકારમાં ફેરવો અને તેના પર સ્ટફિંગ માટે થોડું મિશ્રણ મૂકો અને તેને મોદકની જેમ ફોલ્ડ કરો.


આ પછી, તમે સ્ટીમિંગ માટે ઇડલી સ્ટેન્ડની મદદ લઈ શકો છો. આમાં, તમારે મોમોઝને સ્ટીમ કરવા માટે તેને 10 થી 12 મિનિટ માટે ઢાંકીને રાખવા પડશે. આ પછી, મોમોઝને ચીમની મદદથી પ્લેટમાં કાઢી લો અને લાલ મરચાની ચટણી અથવા મેયોનીઝ સાથે સર્વ કરો.


આ રેસીપી ફોલો કરીને તમે ઘરે જ બહાર જેવા ટેસ્ટી મોમોઝ બનાવી શકો છો. એટલું જ નહીં, જો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે આ મોમોઝ બનાવીને ખવડાવી શકો છો.