Health Tips: દાંત પીડા પડી જવાના અનેક કારણો હોય છે. આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ, કોઇ મેડિસીનન સાઇડ ઇફેક્ટ, આ બધા જ કારણોના કારણે દાંત પીળા પડી જાય છે. તો દાંતને આકર્ષક અને સફેદ બનાવવાની ટિપ્સ સમજી લઇએ..
સફેદ અને આકર્ષક દાંત સૌદર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે પીળાશ પડતાં દાંત સૌંદર્યમાં બાધક બને છે, તેના કારણે શરમ પણ અનુભવવી પડે છે. જો કે દાંતની સફેદી માટે અનેક ટિપ્સ છે. જેના દાંત સફેદ થઇ જાય છે. જો કે લોકોને આવા ઘરેલુ નુસખા પર વિશ્વાસ નથી હોતો. આવી ટિપ્સના કારણે દાંતને નુકસાન થશે તો એવો ડર લાગે છે. જેથી લોકો આવા નુસખાને અપનાવતા ડરે છે. જો કે એવા અનેક નુસખા છે,. જેને અપનાવીને સફેદ આકર્ષક દાંત બનાવી શકાય છે. તેનાથી દાંતને પણ કોઇ નુકસાન નથી થતું. તો દાંતને સફેદ આકર્ષક અને ચમકદાર બનાવવા માટેના કેટલાક નુસખા જાણીએ
દાંતને ચમકદાર, સફેદ બનાવવાની ટિપ્સ
કેટલીક એવી ટિપ્સ છે. જેનાથી આપ દાંતને ચમકદાર અને સફેદ બનાવી શકો છો. સફજનના સિરકાથી વિનેગરથી દાંતને સફેદ કરી શકાય છે. પબમેડ સેન્ટ્લમાં પ્રકાશિત રિસર્ચ મુજબ સફરજનના સિરકાથી દાંતને સાફ કરી શકાય છે. જો કે તેનો ઉપયોગ પર વધુ ન કરવો જોઇએ. આવું કરવાથી દાંતના સ્તરને નુકસાન પહોંચે છે.
દાંતને સાફ અને સફેદ રાખવના માટે સવારે અને રાત્રે સૂતા પહેલા પણ બ્રશ કરવાની આદત પાડો.ટીથ વ્હાઇટનિંગ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.
દાંતના સ્વાસ્થ્ય માટે વિટામી સીને ડાયટમાં સામેલ કરો. ફળો અને શાકભાજીને ડાયટમાં સામેલ કરો. બીટ અને ઝાંબુ, કોફીનું સેવન બંધ કરો તે દાંતના રંગને ડેમેજ કરે છે. ખાવાનો સોડા અને હાઇડ્રોજન પેરાક્સાઇડનું મિશ્રણ પીળા દાંત અને તેના ડાઘને દૂર કરવા માટે કારગર છે.
દાંત ક્યા કારણે પીળા બને છે
- સ્મોકિગની આદતના કારણે દાંતની સફેદી જતી રહે છે
- દારૂના સેવનની આદત પણ દાંત માટે નુકસાનકારક સાબિત થાય છે
- વધુ પડતું કોફીનું સેવન પણ દાંતની સફેદીને છીનવી લે છે
- ડાયટમાં વધુ પડતો કાર્બોહાઇડ્રેઇટવાળો ખોરાક પણ દાંતને પીળા બનાવે છે
- વધતી ઉંમર પણ દાંતના બદલતા રંગ માટે જવાબદાર હોય છે
- શરીરની અન્ય તકલીફ માટે લેવાતી દવાનું રિએકશન પણ આ માટે જવાબદાર છે