દાંતમાં થયેલા ઇન્ફેકશનના કારણે તેમજ પેટની ગરબડના કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવે છે. . દાંતની વચ્ચે ઉત્પન થતાં બેકટરિયા કારણે પણ આવી સમસ્યા ઉત્પન થાય છે.
શ્વાસમાં આવતી દુર્ગંધના કારણો
રાત્રે સૂતા પહેલા બ્રશ ન કરવાની આદન ન હોય તો આ સમસ્યા થઇ શકે છે. સારી રીતે બ્રશ ન થતું હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. ભોજનના ટૂકડા દાંતમાં ફસાઇ જતાં દાંતની સફાઇ ન થતાં ત્યાં બેક્ટેરિયા ઉત્પન થાય છે. જેના કારણે પણ આ સમસ્યા ઉત્પન થઇ શકે છે.
સરળ ઘરેલું ઉપાય
ફુદીનો
ફુદીનાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ફુદીનાને પીસેને તેને પાણીમાં ઉમેરો, આ પાણીથી કોગળા કરવાથી શ્વાસમાં દુર્ગંધની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
આદુ
આદુનો રસ અથવા તો એક ચમચી સૂઠ ગિલોયના રસ સાથે મિક્સ કરીને નિયમિત કોગળા કરવાથી શ્વાસમાં દુર્ગંધની સમસ્યાને દૂર કરી શકાય છે.
તજ
તજમાં સિનેમિક એલ્ડિહાઈડ નામનું એસેંશિયલ ઓયલ હોય છે. જે બેકટેરિયાનો સફાયો કરે છે. જે શ્વાસની દુર્ગંધને ઓછી કરે છે. એક ચપટી તજના પાવડરમાં એક કપ પાણી ઉમેરીને તેને ઉકાળી લો. આ પાણીથી કોગળા કરો. શ્વાસની દુર્ગંધથી મુક્તિ મળશે.
લવિંગ
લવિંગ પણ શ્વાસમાં આવતી દુર્ગંધમાં કારગર છે. તે એક પ્રાકૃતિક માઉથ ફ્રેશનર છે. તેમાં રહેલા એન્ટીબેક્ટિરિયલ ગુણ સારી રીતે બેક્ટરિયાના પ્રભાવને ઓછો કરે છે અને દુર્ગંધથી છુટકારો અપાવે છે. લવિંગને મોંમાં મુખવાસની જેમ ચાવવાથી રાહત મળે છે.
લીંબુ
લીંબુનો એસિડિક ગુણ મોંમાં બેક્ટીરિયાને ઉત્પન થવા દેતા નથી. તેમજ તેની સુગંધ શ્વાસની દુર્ગંધને ખત્મ કરે છે. એક કપ પાણી લો. તેમાં એક કપ લીંબુનું જ્યુસ ઉમેરો અને તેમાં થોડું નમક ઉમેરો. આ પાણીથી કોગળા કરો. શ્વાસની દુર્ગંધ દૂર થશે અને તાજગી અનુભવાશે.