Health Tips:મહિલાઓએ ઘર અને ઓફિસ બંનેનું વર્ક મેનેજ કરવામાં ખૂબ શ્રમ પડે છે. આ સ્થિતિમાં જો થોડી હેલ્ધી આદતોને અનુસરવામાં આવે તો ચોક્કસ ફાયદા થાય છે.


રોજિંદા કામ કરવા માટે આપણે ઉર્જાથી ભરપૂર હોવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓને ઘરથી લઈને ઓફિસ સુધી અનેક પ્રકારના કામ કરવા પડે છે. આ મલ્ટીટાસ્કીંગમાં ઘણી શક્તિ લાગે છે. પરિણામ એ આવે છે કે તેના કારણે ઘણો થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં જો કેટલીક હેલ્ધી ટેવો અપનાવવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવી શકાય છે.  આ સારી ટેવો અપનાવવાથી આપણને એક્ટિવ અને એનર્જેટિક  રહેવામાં મદદ મળે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. તો ચાલો જાણીએ તે આદતો વિશે.


ફૂડ ઇન ટેક પર ધ્યાન આપો


આપણી ઉર્જા આપણા ખોરાકના સેવન પર ઘણી હદ સુધી નિર્ભર છે. ફળો, શાકભાજી અને અનાજમાંથી આપણને વધુ ઊર્જા મળે છે. આ ખાદ્યપદાર્થો લેવામાં બેદરકારી ન રાખો. તમારી જાતને શિસ્તબદ્ધ રાખો અને નિયમ મુજબ તમારા આહારમાં તમામ પ્રકારની પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરો.


સવારનો નાસ્તો જરૂર કરો


જે મહિલાઓ સવારે નાસ્તો લે છે તેમને થાક ઓછો લાગે છે. ઓટ્સ, પોહા, ઉપમા વગેરે જેવા ઉચ્ચ ફાઇબર નાસ્તાની ખાદ્ય વસ્તુઓથી  લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સિવાય રોજ બદામ, કાજુ અને મગફળી વગેરે ખાઓ. તે મેગ્નેશિયમ અને ફોલેટનો સારો સ્ત્રોત છે.


 


બોડી ક્લોક પર ધ્યાન આપો


જ્યારે આપ  બોડી ક્લોકના હિસાબે કામ કામ કરો છો, ત્યારે તેનું સંચાલન કરવું વધુ સરળ બની જાય છે કારણ કે તમે જાણો છો કે, શરીર કયા સમયે વધુ સારી રીતે કામ કરી શકે છે. જો આપ સવારે વહેલા ઉઠો છો અને ઉર્જાનો અનુભવ કરો છો, તો આ આપનો પ્રોડેક્ટિવ ટાઇમ છે મોટાભાગના કામ આ સમયમાં જ પૂરા કરો. જો સાંજે વધુ એનર્જેટિક ફીલ કરો છો તો તો 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી કામ પૂર્ણ કરો.