રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. ગત રાત્રે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ધટના મહિસાગરના બાલાસિનોરમાં બની છે. અહીં 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મોત થયું છે. 22 વર્ષીય ફાર્માસિસ્ટ યુવતી રાત્રે નવરાત્રિ હોવાથી ગરબે રમવા ગઇ હતી. જો કે રાત્રે ગરબે રમ્યા બાદ સવારે જાગી જ નહીં હાર્ટ અટેકથી યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.


બાલાસિનોરમાં રહેતી 22 વર્ષીય ભાર્ગવી ભટ્ટ એક ફાર્માસિસ્ટ  હતી. તે ગરબા ઘૂમવા માટે ચોથી નવરાત્રિએ ગઇ હતી. જો કે આ દરમિયાન તે સ્વસ્થ હતી, ગરબે ઘૂમ્યા બાદ  તે ઘરે પરત ફરી હતી પરંતુ દુર્ભાગ્યવશ તે રાત્રે સૂતા બાદ સવારે જાગી જ નહી. પરિવારના લોકો દીકરી ન ઉઠતાં ચિતિત થયા અને તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યા હતા જો કે દુર્ભાગ્યવશ ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી છે. યુવતી બાલાસિનોરના ભટવાડા વિસ્તારમાં રહેતી હતી.


Heart Attack:  આપની સામે કોઇને હાર્ટ અટેક આવે તો સૌ પ્રથમ કરો આ કામ, બચી જશે જીવ


છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે હાર્ટ એટેક એક ગંભીર સમસ્યા બની રહી છે. આટલું જ નહીં, દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. 25-45 વર્ષની વયના યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. જે દિવસેને દિવસે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. આ રોગ માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે.


આપ દરરોજ જોઈ રહ્યા છો કે, લોકોને જીમમાં કસરત કરતી વખતે, ડાન્સ દરમિયાન, ગરબા દરમિયાન, રેસ્ટોરાંમાં જમતી વખતે હાર્ટ એટેક આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે આવું કેમ થઈ રહ્યું છે અને અમે તમને એ પણ જણાવીશું કે જો તમારી સામે કોઈને હાર્ટ એટેક આવે તો સૌથી પહેલા શું કરવું જોઈએ?


હાર્ટ એટેક પછી શું કરવું જોઈએ


જો આજે તમારી સામે કોઈને હાર્ટ એટેક આવે છે, તો સૌથી પહેલા તેને કોઈ સપાટ જગ્યા પર સીધો સૂવડાવી દો.. જો કોઈ વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય, તો નાડી તપાસો. જો પલ્સ બિલકુલ ન અનુભવાય તો સમજવું કે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે. કારણ કે હાર્ટ એટેકમાં ધબકારા બંધ થઈ જાય છે, તેથી પલ્સ શોધી શકાતી નથી. તેના હૃદયને બેથી ત્રણ મિનિટમાં પુનર્જીવિત કરવું જરૂરી છે, નહીં તો ઓક્સિજનની અછતને કારણે તેના મગજને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં જો હાર્ટ એટેક આવે તો તરત જ છાતીમાં જોરથી મુક્કો મારવો. જ્યાં સુધી તે ભાનમાં ન આવે ત્યાં સુધી તેને મુક્કો મારવો.આ સાથે તેનું હૃદય ફરી કામ કરવાનું શરૂ કરશે.


બેભાન વ્યક્તિને તાત્કાલિક CPR આપો


જો કોઈ બેભાન થઈ ગયું હોય અને પલ્સ ન હોય તો તરત જ તેને તમારા હાથથી CPR આપો. CPRમાં મુખ્યત્વે બે કાર્યો થાય છે. પ્રથમ છાતીને દબાવવાનું છે અને બીજું મોં દ્વારા શ્વાસ આપવાનું છે જેને માઉથ ટુ માઉથ શ્વસન કહેવામાં આવે છે. તમારી હથેળીને પ્રથમ વ્યક્તિની છાતીની મધ્યમાં મૂકો. પમ્પિંગ કરતી વખતે એક હાથની હથેળીને બીજા હાથની હથેળી પર  રાખો અને આંગળીઓને ચુસ્ત રીતે બાંધો અને બંને હાથ અને કોણીને સીધા રાખો. તે પછી છાતીને પમ્પિંગ કરવામં આવે છે. . આમ કરવાથી હૃદયના ધબકારા ફરી શરૂ થાય છે. હથેળીથી છાતીને 1-2 ઇંચ સુધી દબાવો. આ એક મિનિટમાં 100 વખત કરો.