lumpy disease : લંપી વાયરસના સંખ્યાબંધ ગાયના મોત થઇ ગયા છે. આ વાયરસે પશુપાલકને ચિંતિત કરી દીધા છે. આ સ્થિતિમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ પીવાથી આ દૂધ પીનાર વ્યક્તિ પણ આ રોગ ગ્રસિત બને છે? જાણીએ આ મામલે એક્સ્પર્ટે શું સ્પષ્ટતા કરી છે.
દૂધાળા પશુઓમાં લમ્પી વાયરસનો રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં હજારો પશુઓએ જીવ ગુમાવ્યા છે. આ રોગની સીધી અસર પશુઓ તેમજ પશુપાલકો પર પડી રહી છે. જો કે, ભારતીય વૈજ્ઞાનિકોએ લમ્પી પ્રો-વેક-ઇન્ડ નામની સ્વદેશી રસીની શોધ કરી છે. જો કે વેક્સિનેટ પશુ પણ આ લમ્પી વાયરસન ભોગ બની રહ્યાં છે.
આમ છતાં પશુપાલકો અને સામાન્ય લોકોના મનમાં લમ્પી સ્કિન ડિસીઝને લગતી ઘણી મૂંઝવણો છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું લમ્પી વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓનું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે જોખમી નથી? શું આ રોગ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાઈ શકે છે? જાણી આ મુદ્દે એક્સ્પર્ટે શું સલાહ આપી છે.
શું કહે છે એક્સ્પર્ટ?
સામાન્ય રીતે કોઈપણ દૂધ પીતા પહેલા, આપને તેને 15 મિનિટ માટે ઉકાળવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ ઘણા લોકો દિવસમાં 4 થી 5 વખત દૂધ ગરમ કરે છે, જેથી દૂધમાં રહેલા વાયરસ નાશ પામે છે.
નિષ્ણાતોના મતે, બજારમાંથી દૂધ ખરીદ્યા પછી, તેને ઓછામાં ઓછા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ગરમ અથવા ઉકાળવું દેવુ જોઈએ. દૂધમાં રહેલા જીવલેણ બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરવા માટે ઉકાળવું જરૂરી છે.
આ સિવાય દરેક મનુષ્યના શરીરમાં કેટલાક એસિડ અને ગૂડ બેક્ટેરિયા પણ હોય છે, જે ખતરનાક બેક્ટેરિયા અને વાયરસને શરીરમાં ફેલાતા રોકે છે. લમ્પી વાયરસથી બચવા માટે બસ આટલું કરવું જરૂરી છે.
પશુ ચિકિત્સકોનું કહેવું છે કે, લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ જો તેનો વાછરડો પીવે તો તે પણ આ વાયરસગ્રસ્ત બને છે. તો આ ચેપથી વાછરડાને પણ બચાવવા માટે દૂઘ ઉકાળીને ઠંડું પાડ્યાં બાદ તેને પણ આપવું જોઇએ.
શું છે લમ્પી રોગ?
છેલ્લા કેટલાક દિવસથી પશુઓમાં શરીરમાં ગઠ્ઠાના રૂપે આ રોગ જોવા મળ્યો. આ રોગમાં શરીરમાં મોટી મોટી ગાંઠો પડી જાય છે.આ રોગમાં પશુને તાવ, શ્વાસ ચઢવો અને નબળાઇ અનુભવાય છે અને તે દૂધ પણ ઓછું આપે છે. શરીર પર ગાંઠો નીકળવા લાગે છે. આ રોગ જીવલેણ હોવાથી પશુઓના મોત પણ થઇ રહ્યાં છે,. આ રોગને પશુ સ્વાસ્થ્ય સંગઠને Notify Disease Lumpyની શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે.