Almonds : બદામ એનર્જીનો ભંડાર છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. બદામના માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા છે. આયુર્વેદમાં પણ આ સુપરફૂડને જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો માટે ઓળખવામાં આવે છે. બદામ ખાવાથી નસોમાં પીડા, લકવો અને ડીજેનેરેટિવ રોગોથી રાહત મળે છે. બદામ શુક્રાણુઓની સંખ્યા વધારવામાં પણ મદદરૂપ છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે બદામથી રક્તસ્રાવ, સ્ત્રીઓમાં પીરિયડ્સ, નાકમાંથી લોહી આવવું જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તેનાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. આવી ફાયદાકારક બદામ ખાવાની કેટલીક રીતો છે, નહીં તો તેનું નુકસાન પણ થઇ શકે છે.                                         


બદામ ખાવાની સાચી રીત કઈ છે 


આયુર્વેદ નિષ્ણાતોના મતે, બદામને અનેક રીતે પોતાના ડાયટનો બનાવી શકાય છે. બદામને કાચી, પલાળીને અને છોલ ઉતારીને ખાઈ શકાય છે. તેને પલાળીને ખાવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને શરીરને વધુ પોષક તત્વો મળે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે.                        


 એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?


આયુર્વેદ ડોક્ટરના મતે, દરરોજ ઓછામાં ઓછી 5 બદામ અને વધુમાં વધુ 7-8 બદામ ન ખાવી જોઈએ, કારણ કે મોટી માત્રામાં બદામ ખાવાથી આંતરડાની તંદુરસ્તી નબળી પડી શકે છે. આના કારણે ગેસ્ટ્રિકની સમસ્યા વધી શકે છે અને અપચોની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે સવારના નાસ્તા પહેલા બદામ ખાવી શ્રેષ્ઠ છે. દિવસની શરૂઆત બદામથી કરવાથી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહે છે.


 કોણે બદામ ન ખાવી જોઈએ


નિષ્ણાતોના મતે જે લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હોય તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે બદામ કફ દોષને વધારી શકે છે. ઉધરસ અને શરદીની સ્થિતિમાં કફ અસંતુલિત હોય છે, આવી સ્થિતિમાં બદામ ન ખાવી જોઈએ. તેથી બદામનું યોગ્ય રીતે સેવન કરવાથી તેના ભરપૂર લાભ મેળવી શકાય છે.         


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.