Aloe Vera and Rice Water: ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે તમે ઘરે એલોવેરા અને ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેને કેવી રીતે તૈયાર કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જાણો.


ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ થવા લાગે છે. જેમાં ખીલ અને એલર્જી થવી સામાન્ય વાત છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘણા પ્રયત્નો કર્યા હશે.પરંતુ ડાઘ સદંતર નથી જતાં. ડાઘના કારણે ચહેરાની ની સુંદરતા પણ બગડે છે.  ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે તમે ઘરે એલોવેરા અને ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. તેને કેવી રીતે તૈયાર કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં જાણો.


 ચોખાનું પાણી કેવી રીતે બનાવવું


ચોખાનું પાણી બનાવવા માટે અડધા કપ કાચા ચોખાને સારી રીતે ધોઈ લો. પછી ચોખાને 3 કપ પાણીમાં પલાળી રાખો અને 30 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ ચોખાના પાણીને સ્વચ્છ વાસણમાં ગાળી લો. લો તમારા ચોખાનું પાણી તૈયાર છે.


 એલોવેરા અને ચોખાનું પાણી કેવી રીતે બનાવવું


આને બનાવવા માટે તમારે ફક્ત એલોવેરા જેલ અને ચોખાના પાણીની જરૂર છે. આ માટે બંને વસ્તુઓ મિક્સ કરો દો.


 તેનો આ રીતે ઉપયોગ કરો


સુંદર દોષરહિત ત્વચા માટે તમે દરરોજ આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા ચહેરાને સારી રીતે સાફ કરો. પછી આ પાણીને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો અને લગાવ્યા બાદ છોડી દો. પછી બીજા દિવસે તેને ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામો માટે તેને દરરોજ રાત્રે લાગાવો.


 ફાયદો


ચોખાનું પાણી ચહેરા માટે સારું છે. ચોખાનું પાણી તમારી ત્વચાને ગ્લોઇંગ બનાવે છે. તેમાં વિટામિન ઇ, એન્ટીઑકિસડન્ટો અને ફોલિક એસિડ હોય છે જે તમારા રંગને ટોન સુધારીને , ગ્લોઇંગ  બનાવવામાં મદદ કરે છે. બીજી તરફ, એલોવેરામાં એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.