Best Time To Eat Apple:
રાત્રે સૂતા પહેલા
રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને ઊંઘમાં ખલેલ પડી શકે છે. સફરજનમાં શર્કરા અને ફ્રુક્ટોઝ હોય છે, જે તમારા શરીરને સક્રિય રાખે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે. સફરજનમાં ઉચ્ચ ફાઈબર હોય છે. રાત્રે ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. ગરમ દૂધ સાથે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે જે તમારી ઊંઘ બગાડે છે. સફરજન એસિડિટીનું કારણ બની શકે છે.
જમ્યા બાદ તરત ન ખાશો
સફરજન ખાવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે.સફરજનમાં ફ્રુક્ટોઝ અને શુગર વધુ માત્રામાં હોય છે. જમ્યા પછી તરત જ તેનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. સફરજનમાં રહેલું એસિડ ખોરાકના પાચનને ધીમું કરી શકે છે અને અપચોનું કારણ બને છે. તેથી, સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા 1-2 કલાક પછી કરવું જોઈએ. આ પાચન તંત્ર માટે સારું રહેશે.
સાંજના સમયે ન ખાશો
સાંજે સફરજન ખાવાથી રાત્રે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.સાંજે સફરજનમાં રહેલ શુગર અને ફ્રુક્ટોઝ તમારી ઊંઘ બગાડી શકે છે. તે તમને સક્રિય રાખે છે. સાંજે સફરજન ખાવાથી એસિડિટી, ગેસ કે પેટમાં દુખાવો થઈ શકે છે.