ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે આહારની શૈલી પર ધ્યાન આપવું વધારે જરૂરી બની જાય છે. આ માટે એ જાણવું જરૂરી છે કે, કયા પ્રકારના ફૂડનું સેવન ઇમ્યુનિટીને ઘટાડે છે.
ઇમ્યુનિટી માટે આ પદાર્થનું સેવન ટાળો
- આલ્કોહોલ ઇમ્યુનિટીને ઘડાડે છે. તો દારૂનું સેવન કરવાથી રોગ પ્રતિકારક ઘટે છે અને તેનાથી વ્યક્તિ ઝડપથી બિમાર પડે છે. તેનુ સેવન ટાળવું જોઇએ.
- નમકનું વધુ પડતું સેવન પણ ઇમ્યુનિટીને નબળી પાડે છે.એક સંશોધનનું તારણ છે કે, ડાયટમાં નમકની વધુ પડતી માત્રા બેક્ટરિયા સામે લડવાની ક્ષમતાને ઘટાડે છે. જેથી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ રાખવા માટે નમકનું વધુ પડતું સેવન ટાળવું જોઇએ.
- વધુ પડતા નમકની જેમ શુગર પણ ઇમ્યુન સિસ્ટમની દુશ્મન છે. પ્રમાણમાં વધુ પડતી શુગર લેવાથી પણ રોગપ્રતિકારકશક્તિ પણ ઘટે છે. તો મહામારીમાં બિમારીથી બચવા મીઠી વસ્તુનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઇએ.
- કેફિનનું વધુ પડતું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડે છે. જો આપ ઇમ્યુનિટી વધારવા માંગો છો તો કેફિનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. સૂવાના 6 કલાક પહેલા કેફિનનું સેવન ન કરવું જોઇએ.
- સોડા જેવા અન્ય કોલ્ડ ડ્રિન્ક પણ ઇમ્યૂન સિસ્ટમને નબળી બનાવે છે. રોગપ્રતિકારશક્તિને વધારવા માટે આવા પીણાનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું જોઇએ.