Chronic Kidney Disease: કિડની આપણા શરીરનું ખૂબ જ નાનું અંગ છે પરંતુ આપણા એકંદર સ્વાસ્થ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના કાર્ય વિશે વાત કરીએ તો દર 30 મિનિટે કિડની શરીરના લોહીને ફિલ્ટર કરવા અને નકામા પદાર્થો, ટોક્સિન અને પ્રવાહીને બહાર કાઢવાનુ કામ કરે છે. ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.


કિડની સંબંધિત રોગોનું મુખ્ય કારણ શું છે?


જ્યારે તમારી બંને કિડની સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને લોહીને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે ત્યારે તમારે ક્રોનિક કિડની ડિસીઝની સમસ્યાનો સામનો કરવો પડે છે. કિડની યોગ્ય રીતે કામ ન કરવાને કારણે, શરીરમાં પ્રવાહી અને નકામા પદાર્થોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે, જેનાથી હૃદય રોગ અને સ્ટ્રોક જેવી ઘણી સમસ્યાઓ આવે છે. ક્રોનિક કિડની ડિસીઝના કારણે વ્યક્તિને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદય રોગ અને મેદસ્વીતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


તેથી તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે


કિડની રોગને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેના પ્રારંભિક તબક્કામાં કોઈ લક્ષણો દેખાતા નથી. આ સમસ્યા ધીમે-ધીમે શરીરની અંદર વધતી જાય છે અને તેને ઓળખવી ખૂબ મુશ્કેલ બની જાય છે. આ રોગને ઓળખવા માટે દર્દીએ નિયમિતપણે લોહી અને પેશાબની તપાસ કરાવવી પડે છે. તેથી, જો તમને હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ હોય તો તે મહત્વનું છે કે તમે તમારા લોહી અને પેશાબની તપાસ નિયમિતપણે કરાવો. જેથી કિડનીની બિમારીને આગળ વધતા અટકાવી શકાય.


કિડની રોગના સંકેત


 


જ્યારે કિડનીની બીમારીની સમસ્યા વધી જાય છે ત્યારે શરીર પર કેટલાક સંકેતો દેખાવા લાગે છે. ચાલો જાણીએ આ સંકેતો વિશે


વજન અને ભૂખમાં ઘટાડો


પગની સોજો


શ્વાસ લેવામાં તકલીફ થવી


થાક


પેશાબમાં લોહી આવવું


સતત માથાનો દુખાવો


ક્રોનિક કિડની ડિસીઝને કારણે વ્યક્તિને એનિમિયા, સરળતાથી ચેપ લાગવો, શરીરમાં કેલ્શિયમનું ઓછું સ્તર, પોટેશિયમ અને ફોસ્ફરસનું સ્તર વધવું જેવી અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


 


કેવી રીતે બચશો


કિડનીની બીમારીથી બચવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તે મહત્વનું છે કે તમે તમારા લોહી અને પેશાબની નિયમિત તપાસ કરાવો. તેના જોખમને રોકવા માટે જીવનશૈલીમાં ફેરફાર, દવાઓ અને નિયમિત તબીબી તપાસ જરૂરી છે. આ સાથે તમે સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખો તે મહત્વપૂર્ણ છે.