કોઈ પણ વસ્તુ ગમે તેટલી સારી કેમ ના હોય, જો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ રીતે અસર કરે છે. તેથી શરીરને અનુકૂડ ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ. પ્રોટીનયુક્ત આહાર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે, પરંતુ જો તમે પ્રોટીન પૂરું કરવા માટે પછી સંપૂર્ણપણે નોન-વેજ પર નિર્ભર થઈ જાઓ છો, તો તે તમારા માટે જોખમ છે. વધુ પડતું પ્રોટીન કિડનીને નુકસાન પહોંચાડે છે. અને એકંદરે સ્વાસ્થ્યને તેના કારણે નુકસાન પહોંચી શકે છે.


હૃદય રોગની સમસ્યા 
વધારે પ્રોટીન ખાવાથી હૃદયને લગતી બીમારીઓ થઈ શકે છે. હૃદયના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. તેનાથી હૃદયને પણ નુકસાન થઈ શકે છે. તેથી, તમારા શરીર અનુસાર પ્રોટીન ખાવું જોઇએ.


શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ થઈ શકે છે 
વધુ પડતું પ્રોટીનએ શરીરમાં કેલ્શિયમની ઉણપનું કારણ બની શકે છે, જેની સીધી અસર હાડકાના સ્વાસ્થ્ય પર પડે છે. એટલે કે જો તમે જરૂર કરતા વધારે પ્રોટીન ખાઓ છો તો તેનાથી સાંધા અને હાડકાનો દુખાવો વધી શકે છે. જો તમારા હાડકાં નબળાં થઈ રહ્યાં છે તો સમજી લો કે તમે વધુ પડતું પ્રોટીન ખાઓ છો. તેથી માત્ર તમારા શરીર અનુસાર પ્રોટીન ખાઓ. પ્રોટીનના સેવનથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.


કિડનીના રોગની સમસ્યા
વધારે પ્રોટીન ખાવાથી કિડની સંબંધિત બીમારીઓ થઈ શકે છે. પથરીનું જોખમ પણ વધવા લાગે છે. એક દિવસમાં વધારે પ્રોટીનનું સેવન ના જ કરવું જોઈએ. નિષ્ણાતોના મતે પ્રોટીનનું પ્રમાણ શરીર પ્રમાણે લેવું જોઈએ. કારણ કે તેનાથી બીમારીનો ખતરો વધી જાય છે. ઉંમર અને શારીરિક પ્રવૃત્તિ જેવા પરિબળો પણ પ્રોટીનના સેવનને ખૂબ અસર કરે છે. વધારે પ્રોટીન ખાવાથી કબજિયાત થઈ શકે છે. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે.


કબજિયાતની સમસ્યા 
વધારાનું પ્રોટીન પચાવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમારે પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તમે કબજિયાતથી પરેશાન થઈ શકો છો. તમારે બ્લોટિંગનો પણ સામનો કરવો પડી શકે છે.


પ્રોટીન માટે વધુ પડતું નોન-વેજ ન ખાઓ
માંસાહારી લોકો પ્રોટીન માટે ચિકન, રેડ મીટ, માછલી અને ઈંડા ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નોન-વેજ વધારે ખાવું કોઈપણ વ્યક્તિ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તે લીવર અને કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે મસાલેદાર નોન-વેજ ખાઓ તો પણ તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પ્રવેશી શકે છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે તેના સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ.