નવી દિલ્હીઃ ડાયાબિટીસના રોગીઓ માટે કોરોના થોડો વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. એક્સપર્ટ્સનુ માનીએ તો લૉ-ઇમ્યૂનિટીની સાથે કેટલીક અન્ય હેલ્થ કન્ડિશનના કારણે ડાયાબિટીસના રોગીઓને કેટલીક બાબતોથી વધુ સર્તક રહેવાની જરૂર છે. આવો જાણીએ ડાયાબિટીસના રોગીઓનો કોરોનાથી સંક્રમિત થયા બાદ કઇ રીતે અન્ય રોગોનો સામનો કરવો પડી શકે છે. જાણો લક્ષણો સાથે.....
ડાયાબિટીસના રોગીઓમાં સ્કિન ઇન્ફેક્શન કે રેશેઝનો પ્રૉબ્લમ ખુબ કૉમન છે. વળી કોરોના થવા પર, બ્લેડ શુગર લેવલમાં અનિયમિતતાના કારણે ડાયાબિટીસના રોગીઓને ખંજવાળથી લઇને ઘા થવા સુધીની બિમારીઓ થવાની સંભાવના વધુ રહે છે. એક્સપર્ટ્સનુ માનીએ તો ડાયાબિટીસના રોગીઓ માટે નિમૉનિયાથી પણ મોટો ખતરો છે. કોરોનાના કારણે હંમેશા પેશન્ટ્સને સપ્લિમેન્ટ્સ અને અન્ય ન્યૂટ્રીશન આપવામા આવે છે, જેના કારણે બ્લેડ શુગર લેવલ અચાનકથી વધે છે. આનાથી શ્વાસ લેવામાં તકલીફ સહિત ફેફસાનુ ઇન્ફેક્શન અને નિમૉનિયાનો ખતરો વધી જાય છે.
કોરોનાની બીજી લહેરે બ્લેક ફંગસ બિમારીને પણ પ્રોત્સહન આપ્યુ છે. રિસર્ચમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે, લૉ-ઇમ્યૂનિટીથી પીડિત લોકોને કોરોના થવા પર બ્લેક ફંગસનુ રિસ્ક સૌથી વધુ રહે છે. કેમકે ડાયાબિટીસના રોગીઓની ઇમ્યૂનિટી પહેલાથી જ કમજોર રહે છે, આવામાં તેમને બ્લેક ફંગસ થવાનો ખતરો પણ સૌથી વધુ રહે છે. આવામાં ડાયાબિટીસના રોગીઓને કોરોના સંક્રમણની વચ્ચે ખુદને વિશેષ ખ્યાલ અને વધુ સતર્ક રહેવી જરૂર છે.
ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુઆંક યથાવત્ રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ.....
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 49 લાખ 65 હજાર 4563
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 11 લાખ 74 હજાર 076
કુલ એક્ટિવ કેસ - 35 લાખ 16 હજાર 997
કુલ મોત - 2 લાખ 74 હજાર 390