અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર (Corona second face) માં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બાળકોને રમવા મોકલતા હોય કે પછી બાળકોને લઈને બેદરકારી રાખી રહ્યા હોય, તો ચેતી જવાની જરૂર છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં બાળરોગ ક્રિટીકલ કેરના નિષ્ણાંત ડો. અમિત ચિતલિયા (Dr. Amit Chitaliya) એ બાળકોમાં કોરોનાના લક્ષણો (Children Symptoms) અંગે વાત કરી હતી. એટલું જ નહીં, નવો સ્ટ્રેન (Corona New Strain) કેટલો ઘાતક છે તે પણ વાત કરી હતી.


બાળકોમાં કોરોનાના લક્ષણો



  • સામાન્ય લક્ષણો

  • શરદી-ખાંસી

  • નાકમાંથી પાણી આવવું

  • તાવ આવવો


બાળકોમાં નવા સ્ટ્રેઇનના લક્ષણો



  • ઝાડા-ઉલટી અને તાવ હોય

  • બાળકોમાં પેટને લગતી તકલીફ હોય

  • બાળકોમાં શ્વાસ લેવાની તકલીફ ઓછી


નવો સ્ટ્રેઇન કેટલો ઘાતક


ડોક્ટરે કહ્યું,  જો પરિવારમાં બાળક એક માત્ર કોરોના પોઝિટિવ હોય તો બાળકને હોસ્પિટલાઇઝ કરવું કે હોમ આઇસોલેશનમાં રાખવું થોડું ટ્રેસફૂલ હોય છે. બાળકોમાં લક્ષણો હળવા છે. ડેથરેટ પણ ઓછો છે. મોટાભાગે તેઓ પાંચથી સાત દિવસમાં હોમ આઇસોલેશનમાં જ સાજા થઈ જતા હોય છે. જે અમારો એક્સપિરિયન્સ છે. ચિંતાજનક વિષય આવે છે, એ કોરોના થયાના એક મહિના પછી આવે છે. પહેલું ઇન્ફેક્શન થયાના એક મહિના બાદ જે કેસ આવે છે, જેને અમારી ભાષાની અંદર બાળરોગ વિશેષજ્ઞની ભાષામાં અમે કહીએ છીએ MISC (મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લોમેટ્રી સિન્ડ્રોમ સિન ઇન ચિલ્ડ્ર્ન ઇન કોવિડ). કોરોના થયાના એક મહિના પછી પોતાના જ બોડીના સેલ પ્રોટેક્ટ કરવા માંડે, જે જાણતું નથી કે કોવિડ શું કરી ગયું. એક ઓટો ઇમ્યુન જે અમારી ભાષામાં રિસ્પોન્સ કરે છે, જે ઘાતક છે અને જે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે બંને કિસ્સાની અંદર તકેદારી રાખવી. એક ફર્સ્ટ એન્ફેક્શનને પહેલું પકડવું અને એક મહિના બાદ પણ તાવ આવે, શરીર પર ચાંઠા થાય, લિવરની સાઇઝ મોટી થવી, પેટ ફૂલી જવું, શ્વાસમાં તકલીફ થવી, હૃદયના ધબકારા ફાસ્ટ કે બાળકને ગભરામણ થવી, દોડી ભાગી ન શકવું, દોડે તો થાકી જવું જેવા લક્ષણો કોરોના થયાના એકથી 3 મહિના બાદ પણ જોવા મળે તો ફરી ડોક્ટર પાસે જવું. MISCના સિન્ડ્રોમ તરફ વધારે તકેદારી રાખી સ્ટ્રોંગલી પગલા ભરવા. એકથી 3 મહિનામાં તકલીફ થાય તો તે ઘાતક છે.  MISCના લક્ષણો બાળકો માટે ઘાતક છે.


Coronavirus Immunity Tips :  કોરોનાની બીજી લહેર, આ ફૂડસ ઈમ્યુનિટીને પાડે છે નબળી, રહો તેનાથી દૂર