Covid-19 Vaccine: અગાઉ આપણે મોટાભાગે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના સમાચાર સાંભળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાના વ્યક્તિઓમાં અને નાના છોકરાઓમાં હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રૉકના કેસો વધી રહ્યા છે. આ વધતા જતા કેસોને જોઈને કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આના માટે કૉવિડ વેક્સિન જવાબદાર છે. એટલું જ નહીં લોકો તેના વિશે અલગ-અલગ દાવા પણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે કૉવિડની રસી ઉતાવળમાં બનાવવામાં આવી હતી, જેટલું સંશોધન થવું જોઈએ તેટલું થયું નથી. આથી આ હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે.
કૉવિડ વેક્સિન અને હાર્ટ એટેકની વચ્ચે શું છે કનેક્શન -
આજે આપણે આ આર્ટિકલમાં આ દાવાઓની સત્યતા જાણવાનો પ્રયાસ કરીશું. આરોગ્ય નિષ્ણાતોના મતે આ બાબતમાં થોડું સત્ય છે અને તે બધી ખોટી અફવા છે. તાજેતરના સંશોધનોએ આ બાબતે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
NBTમાં પ્રકાશિત રિપોર્ટ્સમાં આ સ્ટડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટડી અનુસાર, યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ચેપી રોગના નિષ્ણાત ડૉ. ફહીમ યુનુસે આ બાબતે એક અભ્યાસ શેર કર્યો છે. આમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કૉવિડનો બૂસ્ટર ડૉઝ 95 ટકા સુધી ગંભીર બીમારીથી બચાવે છે. બૂસ્ટર ડૉઝ લીધા પછી શરીર પર કેટલીક આડઅસર દેખાઈ શકે છે. જેમ કે તાવ, શરીરનો દુખાવો વગેરે. બીજીબાજુ તે સંપૂર્ણ અફવા છે કે તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. અભ્યાસમાં હૃદય રોગ સાથે કોઈ સંબંધ નથી.
બૂસ્ટર ડૉઝ બાદ માત્ર સમાન્ય દુઃખાવો થાય છે -
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સંશોધન કુલ 5081 લોકો પર કરવામાં આવ્યું છે. અભ્યાસમાં BNT162b2 mRNA કૉવિડ-19 રસી લેવામાં આવી હતી. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે રસી લીધા પછી થોડો દુઃખાવો જ થાય છે અને કેટલીક આડઅસર દેખાતી નથી.
થાક લાગવો અને માથાનો દુઃખાવો થવા જેવી પરેશાનીઓ થાય છે -
કોરોનાનો બૂસ્ટર ડૉઝ એટલો સારો છે કે તે પહેલા બે ડૉઝની સરખામણીમાં 95 ટકા સુધી સુરક્ષા અને ગંભીર બિમારીથી રક્ષણ આપે છે. અભ્યાસમાં તેની આડઅસરો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તે જ સમયે તેનો હાર્ટ એટેક સાથે કોઈ સંબંધ નથી. બૂસ્ટર ડૉઝ લીધા પછી માનવ શરીર પર શરીરનો દુઃખાવો, માથાનો દુઃખાવો અને થાક જેવી આડઅસરો જોવા મળી છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. કેટલાય લોકો તેને કોરાના રસી સાથે જોડાણ ઉમેરીને જોઈ રહ્યા છે, પરંતુ આ અભ્યાસથી ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે.
Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી રીતો, વિધિ અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉક્ટરો કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.