Painkiller for Headache: માથાનો દુખાવો આજના સમયની સામાન્ય સમસ્યા બની ગઇ છે અને તેને તાત્કાલિક દૂર કરવા માટે લોકો પેઇનકિલર્સનો ઉપયોગ કરે છે. જો કે આ પેઇન કિલર પેઇનથી રાહત તો આપે છે પરંતુ ઓર્ગનને નુકસાન પણ કરે છે. તો સમજીએ કે માથાના દુખાવામાં પેઇન કિલર્સ સિવાય એવી કંઇ વસ્તુઓ છે જેનાથી રાહત મેળવી શકાય


માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની રહી છે જેનાથી ભાગ્યે જ કોઈ અછૂત રહ્યું હશે. માથાનો દુખાવો પણ આજની અસ્તવ્યસ્ત લાઇફ સ્ટાઇલની દેણ છે. તેનાથી છુટકારો મેળવવા માટે આપણે  પેઇનકિલર્સનો ઉપયોગ કરીએ છીએ.  હા, આજકાલ લોકો એવું  વિચારે છે કે, પેઇન કિલર સિવાય તેનો કોઇ ઈલાજ  નથી. આ વિચારસરણીના કારણે આપને પેઇનકિલર્સની આદત પડી જાય છે. . ક્યાંક તમારી સાથે પણ આવું તો નથી થઈ રહ્યું. જો એમ હોય તો આ તમારા માટે ચેતવણીની નિશાની છે. હા, બિલકુલ કોઈ પણ પેઈન કિલર સ્વાસ્થ્ય માટે કોઈ પણ એન્ગલથી સારી નથી. તેનાથી સ્વાસ્થ્યને માત્ર અને માત્ર નુકસાન થશે. તો પેઇન કિલર્સ વિના કેવી માથાના દુખાવાથી રાહત મેળવવી જાણીએ


તેલથી માલિશ કરો


જો તમને તમારા માથામાં તીવ્ર દુખાવો થાય છે, તો તમારે કોઈપણ તેલ સાથે ચંપી કરવું જોઈએ. તેને હળવાશ અનુભવાશે.  વાસ્તવમાં તમારા જ્ઞાનતંતુઓને તેલથી માલિશ કરવાથી રાહત મળે છે. જેના કારણે તમને માથાના દુખાવામાં રાહત મળશે.


આઇસ પેક


બરફને  સ્વચ્છ કપડામાં લપેટીને કપાળ પર થોડું દબાવો. તેનાથી તમને ગંભીર માથાનો દુખાવોમાં તરત જ રાહત મળશે. તમે વારંવાર કરી શકો છો. એટલે થોડી થોડી મિનિટના અંતરે બરફનો શેક કરી શકો છો.


ગરમ ચોખાનું  શેક 


કાચા ચોખાને તવા પર  ગરમ કરો, પછી તેને પોલીબેગ અથવા કાપડની થેલીમાં ભરો. આની મદદથી તમે કપાળ પર શેક કરો.  તેનાથી માથાના દુખાવામાં પણ રાહત મળશે. ખાસ કરીને ઠંડીની સિઝનમા આ પ્રયોગ કરવાથી રાહત મળે છે.


પાણી પીવો


શરીરને હંમેશા હાઇડ્રેટ રાખવાનો પ્રયાસ કરો કારણ કે પાણીની ઉણપથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. જો તમને ક્યારેય માથું દુખતું હોય તો 2 ગ્લાસ ઠંડુ પાણી પીવો, તેનાથી પણ રાહત મળશે.


શ્વાસ લેવાની કસરતો


આપ પ્રાણાયામ, મડિટેશનથી પણ આ દુખાવાથી રાહત મેળવી શકો છો. માથાના દુખાવો વારંવાર થતો હોય તો આપ ચેતી જાવ અને મેડિટેશન યોગને દિનચર્યામાં સામેલ કરો.


 Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.