ભારતમાં ફ્રોઝનનુ માર્કેટ રોજબરોજ વધતુ જતું જોવા મળી રહ્યું છે પહેલા આ ક્રેઝ પશ્ચિમી દેશોમાં જ જોવા મળતો હતો પરંતુ હવે ભારત પણ તેમાંથી બાકાત નથી. ફ્રોઝનનું બજાર એટલુ મોટુ છે કે સામાન્ય વ્યક્તિ તો તેની કિંમતનો અંદાજ પણ ન લગાવી શકે. 2021ના વર્ષમાં ફ્રોઝન ફુડ માર્કેટની વેલ્યુ 170 બિલિયન ડોલર કરતા પણ વધુ આંકવામાં આવે છે. 2030 સુધી તેમાં લગભગ છ ટકાનો વધારો થશે.


ફ્રોઝન ફુડ ખાવાથી થતા નુકશાન


તાજા શાકભાજી અને ફળોની જગ્યા લાંબા સમય સુધી પેક રહેતા ફ્રોઝન ફુડે લીધી. હવે આરોગ્ય પર કામ કરનારી ઘણી સંસ્થાઓ ફ્રોઝનને થાળીમાંથી હટાવવાની વાત કરી રહી છે. કેમકે તેની આરોગ્ય પર ખરાબ અસર પડે છે.


સોડિયમ ઇનટેક વધે છે


સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ ફ્રોઝન ફુડ પસંદ કરનાર દરેક વ્યક્તિના શરીરમાં લગભગ 70 ટકા સોડિયમ ફ્રોઝન કે પ્રોસેસ્ડ ફુડમાંથી આવે છે. સાથે સાથે બીજા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ પણ તેમાં હોય છે, જેથી ફુડ લાંબા સમય સુધી ટકી જાય. તેનાથી ફુડની ક્વોલિટી બગડે છે. એક સમયના ફ્રોઝન મીલમાં 925 મિલીગ્રામ સોડિયમ હોય છે. તે આપણી રોજની સોડિયમની જરૂરિયાતનો લગભગ 40મો ભાગ છે. વધુ સોડિયમ લેવાથી હાઇ બ્લડ પ્રેશરની તકલીફ થઇ શકે છે.


હ્રદયના આરોગ્ય માટે પણ નુકશાનકારક


ફ્રોઝન ફુડમાં ટ્રાન્સફેટ હોય છે. તે આર્ટરીઝમાં જમા થઇને અવરોધ ઉભો કરે છે. આ ફેટથી ગુડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે અને બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. આ બધુ ભેગુ થઇને હાર્ટ ડિસીઝનો ખતરો લાવે છે.


કેન્સરનો ખતરો ઉભો થાય છે


જો તમારા ખાતામાં 10 ટકા ભાગ ફ્રોઝન ફુડનો હોય છે તો પેનક્રિયાઝ કેન્સરનો ખતરો રહે છે. આ અભ્યાસ બ્રિટનની નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો છે. સીઝન વગરના વટાણા, શાક, પ્રોટીનથી ભરપુર કોઇ ફ્રોઝન આઇટમ મંગાવીને એ ન વિચારશો કો તે પોષણથી ભરપુર છે. લાંબા સમય સુધી તે ટકી શકે તે માટે તેમાં કેટલાય પ્રકારના પ્રિઝર્વેટિવ ભેળવાય છે. તેનાથી વસ્તુની પોષક વેલ્યુ ઘટે છે.