Health:ઘણા લોકોને ચાલતી વખતે ફોન પર વાત કરવાની ટેવ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જે લોકો ચાલતી વખતે ફોન પર વાત કરે છે ફોન યુઝ કરે છે તેને  કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખતરો વધુ રહે છે. જી હાં, આ વાત બિલકુલ સાચી છે. જે લોકો થંભીને એટલે કે ઉભા રહીને રોકાઇને વાત કરે છે તેને ઓછું નુકસાન થાય છે. હવે તમે વિચારતા હશો કે આવું કેમ થાય છે, તો ચાલો જાણીએ...                 

  


વાસ્તવમાં, જ્યારે આપણે ચાલતા- ચાલતા  મોબાઈલ પર કોઈની સાથે વાત કરીએ છીએ, તો તે દરમિયાન આપણો ફોન સતત સિગ્નલ શોધતો રહે છે. ક્યારેક તે સિગ્નલથી અલગ થઈ જાય છે તો ક્યારેક તે સિગ્નલ સાથે જોડાય છે. જેના કારણે ફોનમાંથી ઉચ્ચ સ્તરનું રેડિયેશન બહાર આવે છે, જે કેન્સરનું કારણ બને છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી રેડિયેશનના સંપર્કમાં રહેવાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે.                 


અનેક રોગોમાં સપડાવાનું જોખમ!


નિષ્ણાતોના મતે, મોબાઇલ ફોન રેડિયો ફ્રીક્વન્સી તરંગોના સ્વરૂપમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન બહાર કાઢે છે. લાંબા સમય સુધી આ તરંગોના સંપર્કમાં રહેવાથી કેન્સર સહિત અનેક બીમારીઓ થઈ શકે છે. આટલું જ નહીં, ઘણી વખત લોકો આ રીતે  મોબાઈલ યુઝ કરવાથી  અકસ્માતનો પણ  ભોગ બને છે આ સિવાય સેલ ફોનની સ્ક્રીનને લાંબા સમય સુધી જોવાથી પણ આંખો પર ખરાબ અસર પડે છે. એકંદરે સેલ ફોન તમને ઘણી ગંભીર સમસ્યાઓમાં મૂકી શકે છે.                


મોબાઈલની સ્વાસ્થ્ય પર માઠી અસર


મોબાઈલ જોવાના કારણે ઘણી વખત ઊંઘ આવતી હોવા છતાં પણ લોકો નજરઅંદાજ કરે છે અને મોબાઇલમાં વીડિયો વગેરે જોયા કરે છે. જેના કારણે  ઊંઘ પણ પુરી થતી નથી. મોબાઈલ ઊંઘમાં ખલેલ પહોંચાડવાનું કામ કરે છે એમ કહેવું ખોટું નથી. મોબાઈલની સ્ક્રીનમાંથી વાદળી પ્રકાશ નીકળે છે, જે મેલાટોનિનના ઉત્પાદનમાં અવરોધ ઊભો કરે છે. મેલાટોનિન સારી ઊંઘ માટે જરૂરી હોર્મોન છે.