Health:જો આપ ડાયટિંગ કરો છો તો ફેટ યુક્ત ફૂડને બિલકુલ અવોઇડ ન કરો. હેલ્ધી ફેટ પણ જરૂરી છે. આ ફૂડ ડાયટિંગ દરમિયાન પણ ખાઇ શકો છો
બેડ ફેટ ખાવાથી શું થાય છે?
પ્રોટીનની સાથે, તંદુરસ્ત ચરબી તમારા આહારનો ભાગ હોવી જોઈએ. કારણ કે શરીરને ઉર્જાવાન રાખવા માટે ચરબી ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, તે ટિશ્યુ અને હોર્મોન્સના સંતુલન માટે પણ કામ કરે છે. શરીરમાં સોજો - પેટનું ફૂલવું પણ અટકાવે છે. તંદુરસ્ત ચરબી તમારા શરીરને ખોરાકમાંથી વિટામિન A, D, E અને K શોષવામાં મદદ કરે છે. રોગ થવાનું જોખમ ઘટાડે છે. વધુ પડતી બેડ ફેડનું સેવન સ્થૂળતાને નોતરે છે. ચરબીની કેલરી કાર્બોહાઇડ્રેટ્સ અથવા પ્રોટીન કરતાં વધુ સરળતાથી શરીરમાં ચરબી વધારવાનું વલણ ધરાવે છે. હેલ્ધી ફેટ એટલું ખતરનાક નથી પરંતુ ખરાબ ફેટ ખાવાથી હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિસીઝ અને કેન્સરનું જોખમ વધી જાય છે.
અનહેલ્ધી ફેટ
બિનઆરોગ્યપ્રદ ચરબીને ટ્રાન્સ ચરબી પણ કહેવામાં આવે છે. ટ્રાન્સ ચરબી પ્રાણી ઉત્પાદતની સંતૃપ્ત છે. જેમ કે- માંસ, ઈંડા, ડેરી વસ્તુઓ, ચીઝ, ક્રીમ, દૂધ વગેરે. ટ્રાન્સ ચરબી પ્રવાહી ઘન ચરબીમાં રૂપાંતરિત થાય છે. જેને હાઇડ્રોજનેશન કહે છે. ટ્રાન્સફેટ્સ પ્રોસેસ્ડ ફૂડમાં જોવા મળે છે. પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તામાં ઘણી બધી ટ્રાન્સ ફેટ હોય છે.
હેલ્ધી ફેટ
હેલ્ધી ફેટ ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નથી થતી. તેમાં ઓમેગા-3 એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી હાર્ટ એટેક અને સોજા, બળતરા થવાનું જોખમ પણ ઘટે છે. તે ઓલિવ અને સીંગદાણાના તેલમાં જોવા મળે છે. સ્વસ્થ ચરબી એવોકાડો, કઠોળ અને સીડ્સમાં જોવા મળે છે. મકાઈ, સૂર્યમુખી અને કુસુમ તેલ જેવા વનસ્પતિ તેલમાં બહુઅસંતૃપ્ત ચરબી જોવા મળે છે. સોયાબીન, તલ અને સૂર્યમુખીના બીજમાં જોવા મળે છે. 'ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી'ના સંશોધન મુજબ, સવારે પનીર, માખણ, ઇંડા, નારિયેળનું દૂધ અને રેડ મીટને નાસ્તાના મેનુંમાં સામેલ કરી શકો છો તે શ્રેષ્ઠ છે, સવારે તંદુરસ્ત ચરબી ખાવાથી મગજ અને શરીરની ક્ષમતા વધે છે. આ હેલ્ધી ફેટની શરીર પર ખૂબ જ સકારાત્મક અસર થાય છે.