Ear Infection:  વરસાદમાં ભીના થવાથી ક્યારેક કાનમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.  ક્યારેક કાનમાં થતા સોજાને કારણે પણ કાનમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ તમારા કાન જાતે સાફ ન કરો. તેનાથી તમારી સમસ્યાઓ વધી શકે છે.


વરસાદની ઋતુમાં કાનમાં ખંજવાળ, ઈન્ફેક્શન અને પાણી જવાને કારણે ઈયર વેક્સ ફૂલવાનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે કાન સાફ કરો છો અથવા વેક્સ બહાર કાઢો છો તો તેનાથી કાનમાં ચેપ લાગી શકે છે. કેટલાક લોકો ઘણીવાર ચાવી, ટૂથપિક અને મેચ બોક્સ જેવી તીક્ષ્ણ વસ્તુઓથી કાનની અંદર સાફ કરવાનું શરૂ કરે છે. આ વસ્તુઓ કાનના પડદાને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમારા કાનમાં સમસ્યા થઈ શકે છે.


કાનમાં ઇન્ફેક્શનના લક્ષણો


કાનમાં સતત દુખાવો


કાન ભારે લાગવા


ક્યારેક તમે બિલકુલ સાંભળી શકતા નથી


જો વેક્સ ખૂબ વધી જાય છે તો ડોક્ટર પાસે જઈને તેને દૂર કરાવો અથવા જો તમે જાતે જ તેને કાઢી રહ્યા હોવ તો ખાસ ધ્યાન રાખો. ચાલો જાણીએ કે કાન સાફ કરવા જોઈએ કે નહીં અને જો તમે સાફ કરી રહ્યા છો તો કઈ વસ્તુઓનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ.


કાનમાં વેક્સ કેમ હોય છે?


જ્યારે પણ તમે તમારા કાન સાફ કરો છો ત્યારે તમે કાનના વેક્સને બહાર કાઢો છે. જેને તમે ગંદકી સમજો છો. પરંતુ તે ઇયર વેક્સ છે જે કાનને સૂકવવાથી બચાવે છે. આ વેક્સમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે કાનને અંદરથી આપોઆપ સાફ કરે છે. આ વેક્સ કાનને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવે છે.


ઇયરવેક્સ તમારા કાનને સુરક્ષિત રાખવા માટે ફિલ્ટરની જેમ કામ કરે છે. આ ઈયરવેક્સ તમારા કાનને ગંદકી, ધૂળ વગેરેથી બચાવે છે અને તેને કાનની અંદર જતા અટકાવે છે. જ્યારે તમે તમારા કાન સાફ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે ચેપનું જોખમ વધી જાય છે. કેટલીકવાર જેમ જેમ ચેપ વધે છે સાંભળવાનું બંધ થઈ શકે છે અને કાનને અંદરથી નુકસાન થઈ શકે છે.


કાન સાફ કરવા જોઈએ?


ડોકટરોના મતે વ્યક્તિએ ક્યારેય જાતે કાન સાફ ન કરવા જોઈએ. જો વેક્સના કારણે કાન ભારે લાગે અથવા તો ભરાઈ ગયા હોય તેવું લાગે તો ઘર પર કાન સાફ કરી શકાય છે. અનેકવાર વેક્સ વધવા અને બ્લોકેજના કારણે સાંભળવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિમાં કાન જાતે સાફ ન કરો.


કાન કેવી રીતે સાફ કરવા


સૌ પ્રથમ સ્વચ્છ સુતરાઉ કાપડ લો. હવે કાનમાં બેબી ઓઈલના થોડા ટીપાં નાખો અને થોડી વાર માટે છોડી દો. હવે કાનમાં એકઠા થયેલા વધારાના વેક્સને કપડા વડે હળવા હાથે દૂર કરવાનો પ્રયાસ કરો. યાદ રાખો કાન સાફ કરવા માટે ક્યારેય કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરશો નહીં.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.