Rujuta Diwekar Tips For Summers: જૂનનો અડધો મહિનો વીતી ગયો છે પણ ગરમી ઓછી નથી થઈ રહી અને ભેજ અને પરસેવાના કારણે શરીરનું તાપમાન વધી જાય છે. એસી અને કૂલર વગર રહેવાનું તો વિચારી પણ ના શકાય, પરંતુ જો તમે પણ તમારા શરીરનું તાપમાન 40 ડિગ્રી તાપમાનમાં ઓછું  રાખવા માંગો છો, તો તમારે સવારના નાસ્તાથી લઈને રાત્રિભોજન સુધી આ ત્રણ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને પછી જુઓ કે તમારા શરીરનું તાપમાન કેવી રીતે ઘટે છે અને તમે ગરમીથી થતી એસિડિટી, પેટનું ફૂલવું, માથાનો દુખાવો, ઉબકા અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.


સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરની હેલ્થ ટીપ્સ
સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જો તમે આ 3 સ્થાનિક વસ્તુઓને તમારા ખોરાકમાં સામેલ કરો છો તો, આ તમારા બોળીના ટેમ્પરેચરને ઓછું કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તમને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. 


ગરમીમાં આ 3 વસ્તુઓ ખાઓ 


સ્થાનિક અને પ્રાદેશિક ફળો 
ઉનાળાની ઋતુમાં લગભગ દરેક પ્રદેશમાં વિવિધ પ્રકારના ફળો આવે છે, જેને પ્રાદેશિક ભાષામાં અલગ-અલગ નામોથી ઓળખવામાં આવતા હોય છે. તેમાંથી એક છે તાડગોલા ફળ એટલે કે આઈસ એપલ, તે એન્ટીઓક્સીડેન્ટ અને પાણીથી ભરપૂર હોય છે, જેથી તેને ઉનાળામાં ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.


દહીં ભાત 
મોટાભાગના લોકો ગરમી અને પરસેવાના કારણે જમવાના સમય દરમિયાન રસોઈ બનાવવાનું અને ખાવાનું ટાળે છે, પરંતુ તમારે બપોરનું જમવાનું છોડવું જોઈએ નહીં. સવારના નાસ્તામાં ભાત તૈયાર કરો અને બપોરે જ્યારે તે ઠંડા થાય ત્યારે તેમાં થોડું દહીં ઉમેરો. તેને હાથ વડે મિક્સ કરો. થોડું મીઠું નાખીને તેનું સેવન કરો. તે પેટને ઠંડુ રાખે છે અને પાચનમાં મદદ કરે છે.


ગુલકંદનું પાણી
જો તમે ગરમીથી બચવા માંગતા હોવ અને રાત્રે કેટલાક હેલ્ધી ડ્રિંક્સ પીવા માંગતા હોવ તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગુલકંદ ભેળવીને સૂતા પહેલા અથવા જમ્યા પછી તેનું સેવન કરો. તેમાં ગુલાબની પાંદડીઓ પણ ખાઓ. આ પીણું ખૂબ જ લાભદાયક છે, અને તે તમને એસિડિટી, પેટમાં દુખાવો, શરીરનો દુખાવો, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી ગરમી સંબંધિત સમસ્યાઓથી પણ બચાવે છે.