Hair Care tips:જો આપ લોન્ગ હેરના શોખિન હો તો એવા કેટલાક ફૂડ છે. જે વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જ કારગર છે. આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ લોન્ગ હેરનું સપનું પૂર્ણ કરી શકો છો.


આમળા (ગૂસબેરી) - આમળા એ કુદરતી રીતે ઉપલબ્ધ ઘટક છે. તેમાં એવા ઘણા ગુણો છે. જે વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે, જેમાં વિટામિન-સીનો પણ સમાવેશ થાય છે. આ સાથે, તે કોલેજનને પ્રોત્સાહન આપે છે, જે તમારા વાળને લાંબા બનાવે છે. તેથી, જો તમે પણ લાંબા અને જાડા વાળ ઇચ્છો છો તો  રોજિંદા આહારમાં આમળાનો સમાવેશ કરો.


ફ્લેક્સ સીડ્સ પણ ફાયદાકારક છે - ફ્લેક્સસીડમાં પ્રોટીન અને ફાઈબર સહિત મેક્રોન્યુટ્રિઅન્ટ્સની સાથે ઘણા ખનિજો અને વિટામિન્સ હોય છે.  જે વાળનો ગ્રોથ વધારે છે.


મીઠા લીમડાના પાન વાળના ગ્રોથ માટે ઉપકારક છે. કારણ કે તેમાં બીટા-કેરોટીન અને વિટામિન-ઈ હોય છે. જે હેર ગ્રોથ માટે મદદરૂપ થાય છે. લીમડાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ અને પ્રોટીનની માત્રા  ભરપૂર હોય છે.લીમાડાના પાનને તેલમાં ઉકાળીને આ તેલ ઠંડી પડ્યાં બાદ બોટલમાં ભરી લો. આ તેલ માથામાં લગાવાથી વાળ વધશે, લીમડાના પાનનું સેવન પણ વાળ વધારવામાં કારગર છે.


ત્વચા પર નારિયેળ તેલ લગાવવાની છે અદભૂત ફાયદા



  • ત્વચા પર નારિયેળ તેલ લગાવવાના ફાયદા

  • નારિયેળનું તેલ સૂકી ત્વતાને મોશ્ચરાઇઝ કરે છે

  • નારિયેળના તેલમાં લોરિક એસિડ મોજૂદ છે

  • જે સ્કિનને સ્મૂધ રાખવામાં મદદ કરે છે

  • નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ છે

  • જેનાથી ખીલની સમસ્યા પણ દૂર રહે છે

  • નારિયેળ તેલમાં એન્ટી ઇન્ફામેટરી ગુણ છે

  • નારિયેળ તેલ એન્ટી માઇક્રોબિયલ પણ છે

  • જે ત્વચાની જલન ઓછું કરવામાં મદદ કરે છે

  • નારિયેળ તેલ  એક નેચરલ ક્લિન્ઝર પણ છે 

  • જે ત્વચાને સાફ કરવાનું પણ કામ કરે છે 

  • નારિયેળ તેલ સ્કિન પરના ડાધ ધબ્બાને દૂર કરે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો