Black hairy tongue: આપણે બધા જાણીએ છીએ કે માનવ શરીર પર વાળ હોય છે, તેનું કારણ આપણા શરીરના હોર્મોન્સ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈની જીભ પર વાળ હોય. કદાચ નહીં સાંભળ્યું હોય, પરંતુ અમેરિકામાં રહેતા એક વ્યક્તિની જીભ પર વાળ ઊગી નીકળ્યા છે. જેને જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમેરિકામાં એક વ્યક્તિની જીભ અચાનક કાળી થવા લાગી અને તેના પર કાળા વાળ ઉગી નીકળ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 50 વર્ષના આ વ્યક્તિએ પોતે પોતાની બીમારી વિશે જણાવ્યું.


એક વ્યક્તિની જીભ પર ઊગી નીકળ્યા વાળ


ડૉક્ટરે પૂછ્યું કે શું આના કારણે કોઈ સમસ્યા છે, તો વ્યક્તિએ કહ્યું કે વાળ ઊગવાના લીધે તેને કોઈ પણ પ્રકારનો દુખાવો થતો નથી. જો એક તેનાથી બીજી ઘણી સમસ્યાઓ થઈ રહી છે. જ્યારે ડૉક્ટરે વ્યક્તિની જીભની તપાસ કરી તો તેણે જોયું કે જીભમાં કાળા રંગના વાળની ​​નીચે પીળા રંગનું પડ છે. જીભના બહારના ભાગમાં કાળા વાળ ઉગી ગયા છે જે ખૂબ જ અલગ જોવા મળી રહ્યા છે. આ અનોખા રોગ વિશે પ્રકાશિત થયેલા એક લેખમાં લખવામાં આવ્યું છે કે જીભ પર જાડું કાળું પડ બની ગયું છે. જીભની વચ્ચે અને પાછળની બાજુએ પીળા રંગનું પડ હતું. આ રોગને 'બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે.


જીભ પર વાળ ઊગતા જોઈ ડૉક્ટર આવાક


વ્યક્તિએ જણાવ્યું કે આ બીમારી ત્રણ મહિના પહેલા થઈ હતી. જેના કારણે તેના શરીરના ડાબા ભાગમાં નબળાઈ આવી ગઈ હતી. આ પછી તેણે શુદ્ધ ખોરાક અને પ્રવાહી ખાવાનું શરૂ કર્યું. એક રિપોર્ટ અનુસાર, જીભ પર મૃત ત્વચા કોશિકાઓના નિર્માણને કારણે આવું થઈ શકે છે. આ ઉપરાંત એન્ટિબાયોટિક દવાઓ, ધૂમ્રપાન અથવા નરમ ખોરાક ખાવાથી પણ આ પ્રકારની બીમારી થઈ શકે છે. યોગ્ય ખોરાક ખાવાથી અને મોં સાફ રાખવાથી આ રોગનો ઈલાજ કરી શકાય છે.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો