Health Tips:  શું તમે પણ પરીક્ષા પહેલા આખી રાત જાગવા અને વાંચવા  માટે કોફીનો સહારો લો છો? જો હા, તો  કોફીનું સેવન કરતા પહેલા આ જાણી લો


પરીક્ષાઓ નજીક હોય ત્યારે વાંચવાનું હોય જેના કારણે  ઊંઘ વધુ આવે છે. જેના કારણે જાગવા માટે લોકો કોફીનો સહારો લે છે.  પરંતુ કેટલી  અને ક્યારે કોફી પીવી તે યોગ્ય છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.  જે કોફીને તમે તમારા સૌથી ભરોસાપાત્ર સાથી માની રહ્યા છો, તે નુકસાન પણ કરે છે, તે આપ જાણો છો?


વધુ માત્રામાં  કોફી પીવી


કોફી પીવી એ મજબૂરી હોય તો પણ તેની માત્રા મર્યાદિત કરવી જરૂરી છે. દિવસમાં ચાર કપથી વધુ કોફી ન પીવી તે વધુ સારું છે. વધુ પડતી કોફી પીવાની આદતથી થોડા સમય પછી માથાનો દુખાવો થઈ શકે છે. કોફી હૃદયના ધબકારા પર પણ અસર કરે છે. જે અસામાન્ય હોઈ શકે છે.


 સુગરના કારણે પણ નુકસાનકારક


જો તમે મીઠી કોફી પીવાના શોખીન છો, તો ખાંડની માત્રા પર ચોક્કસપણે ધ્યાન આપો. વધુ ખાંડવાળી કોફી પીવી અથવા કોફી દ્વારા વારંવાર ખાંડનું સેવન કરવું પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વધુ પડતી ખાંડનું સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આ સિવાય વધારે ખાંડના કારણે પણ સુસ્તી આવી શકે છે. જેની અસર અભ્યાસ પર પડે છે.


થાકી જવાનો ડર


કોફી પીધા પછી તરત જ તમે એનર્જી અનુભવી શકો છો. પરંતુ થોડા સમય પછી આ અચાનક એનર્જી બૂસ્ટ તમને ખૂબ થકવી શકે છે. જો ઉંઘ લાવવા માટે કોફીનું સેવન વધારે હોય તો થાક અને મૂડ સ્વિંગની ફરિયાદ થઈ શકે છે.


રોગપ્રતિકારક તંત્ર પર અસર


આ કોફીની સૌથી ખરાબ અસર છે. કોફીમાં જોવા મળતું કેફીન ત્વરિત રાહત આપે છે. તેનું ડોપામાઈન અને સેરાટોનિન શરીરને આરામ આપે છે. લાંબા ગાળે, આ વસ્તુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. તે ભૂખ, ઊંઘ અને પાચનને પણ અસર કરે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.