Headache Remedies:માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે, આ કારણોમાં એક  ગેસની સમસ્યા પણ હોઈ શકે છે. પેટમાં ગેસ બનવાને કારણે પણ માથાનો દુખાવો થાય છે. ગેસને કારણે થતો દુખાવો ખૂબ જ પીડાદાયક હોય છે. જેના કારણે વ્યક્તિને ઘણી તકલીફ પડે છે. આવી સ્થિતિમાં, તમે ગેસના કારણે થતા માથાના દુઃખાવાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચારનો આશરો લઈ શકો છો. આ ઘરગથ્થુ ઉપાયોથી તમને ઘણો ફાયદો થશે. ચાલો જાણીએ ગેસના કારણે માથાના દુખાવાની સમસ્યામાંથી કેવી રીતે રાહત મેળવી શકાય?

માથાનો દુખાવો દૂર કરવા માટે ઘરેલું ઉપચાર અપનાવો

લીંબુ પાણી

ગેસના કારણે થતા માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે તમે લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણીમાં સોજા  વિરોધી ગુણો હોય છે જે પેટમાં ગેસ ઘટાડવામાં અસરકારક છે. આ ઉપરાંત, તે માથાનો દુખાવો પણ ઘટાડી શકે છે. આ માટે હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. આનાથી  ઘણો ફાયદો થશે.

છાશ પીવો

ગેસને કારણે થતા માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે છાશ પીવો. દિવસમાં બે વાર છાશ પીવાથી તમે ગેસની સમસ્યામાં રાહત મેળવી શકો છો.

તુલસીના પાન ચાવો

ગેસના કારણે માથાનો દુખાવો થાય તો તુલસીના પાન ચાવવા. તુલસીના પાનમાં હાજર એનાલજેસિક ગુણ માથાનો દુખાવો ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

લસણ દૂધ

લસણનું દૂધ માથાનો દુખાવો દૂર કરી શકે છે. તેમાં સોજો  વિરોધી ગુણધર્મો છે, જે ગેસ, પેટ મરોડ  અને પેટનું ફૂલવું ઘટાડી શકે છે.

 જીવનભર તંદુરસ્ત રહેવું છે તો પીત્તળના વાસણમાં બનાવો રસોઇ, ફાયદા જાણી લો

  • ભોજનની સાથે મેલેનિન મિક્સ થવાથી ત્વચા હેલ્ધી રહે છે
  • જે હાનિકારક સૂર્યના યૂવી કિરણોથી બચાવે છે
  • પીત્તળના વાસણમાં રાખેલ પાણી પીવાના ફાયદા
  •  દમ શ્વાસ અસ્થમાનની સમસ્યા દૂર થાય છે
  • પીત્તળના વાસણમાં રસોઇ કરવાના ફાયદા
  • ભોજનમાં ઝિંક ભળે છે, જે લોહીની શુદ્ધ કરે છે
  • પીત્તળમાં બનાવેલ ભોજન  પ્રાકૃતિક તેલ છોડે છે
  • જેનાથી ભોજન વધુ સ્વાદિષ્ટ બને છ
  • પીતળના જગમાં આખી રાત પાણી ભરી રાખો
  • આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી થશે ફાયદો
  • આ પાણીથી રોગપ્રતિકારક શક્તિમાં થશે વધારો 
  • પરંતુ સારી ગુણવત્તાયુક્ત જ વાસણ ખરીદો
  • જેમાં ઉચ્ચ ટીન કોટિંગ હોય તે જ ખરીદો 

આ પણ વાંચો

PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય

KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....

આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...

Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........