Health Tips: અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, કેરીઓનુ ઉત્પાદન વધ્યુ છે, કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, માર્કેટમાં જુદીજુદી કેરીઓ આવી રહી છે, અને લોકો તેને સ્વાદ માણી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે તમને ખબર છે વધુ પડતી કેરીઓ ખાવી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. અહીં અમે તમને આ આર્ટિકલમાં તેના જોખમો વિશે વાત કરી રહ્યાં છીએ, જેના પર તમારે ધ્યાન આપવુ જરૂરી છે. 


ઉનાળાની ઋતુ આવે એટલે સ્વાદિષ્ટ અને રસદાર ફળ કેરીના ચાહકોની ઉત્સુકતા જોવા જેવી હોય છે. 'ફળો નો રાજા' કેરી પોતાના વિશેષ અને મીઠા સ્વાદ માટે દુનિયાભરમાં જાણીતી છે. આ એક એવું ફળ છે જે સમગ્ર વિશ્વના લોકોના હ્રદય પર રાજ કરે છે. કેરીના શોખીન કેટલી પણ કેરી ખાઈ લે તેમનું મન ભરાતું નથી.


કેરી ખાવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્યવર્ધક લાભ પણ મળે છે 
જોકે કેરી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ હદથી વધારે પ્રમાણમાં ખાવાથી તેના ઘણા બધા નુકસાન પણ છે. જેનાથી સ્વાસથ્ય પર ખુબ જ ખરાબ પ્રભાવ પડે છે. કેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી, પણ તેમાં વિટામિન, ખનીજ અને ફાઇબર પણ ભરપૂર હોય છે. તેમાં વિટામિન C, વિટામિન A, વિટામિન E, પોટૅશિયમ અને ફાઇબરની ભરપૂર માત્ર હોય છે. કેરીમાં 100ગ્રામ કેલેરી હોય છે. જે 67-70 કેલરી પુરી પડે છે.


કેરી ખાવાથી થાય છે અનેક પ્રકારના ફાયદા 


પાચન સંબંધિત સમસ્યાઓ 
'ઓનલી માય હેલ્થ'માં છપાયેલા સમાચાર મુજબ, વધુ પડતી કેરી ખાવાથી તેમાં ફાઈબરની માત્રા ખૂબ જ વધારે હોય છે. વધુ પડતા ફાઇબર ખાવાથી પેટનું ફૂલવું, ગેસ, પેટમાં ખેંચાણ અને ઝાડા પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે કેરી એક મર્યાદામાં ખાવી જોઈએ. કારણ કે તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.


વજન વધવું 
કેરીમાં કેલરી ઓછી હોય છે. આમ છતાં જો તેને વધારે ખાવામાં આવે તો વજન વધી શકે છે. જો તમે વધુ પડતી મીઠી અને સ્વાદિષ્ટ  કેરી ખાશો તો તેનાથી શરીરમાં ઘણી કેલેરી વધી જશે. તેનાથી તમારું વજન પણ વધી શકે છે.


એલર્જી સંબંધિત સમસ્યાઓ
વધુ પડતી કેરી ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. જેમાં ખંજવાળ, સોજો, પિત્ત અથવા ગંભીર કિસ્સાઓમાં, એનાફિલેક્સિસના લક્ષણો દેખાઈ શકે છે. જો કેરી ખાધા પછી શરીર પર આવા લક્ષણો દેખાય તો તરત જ કેરી ખાવાનું બંધ કરો.


બ્લડ શુગર સ્પાઇક્સ
કેરીમાં ખૂબ જ ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. આનો સ્પષ્ટ અર્થ છે કે જો તમે તે વધુ ખાશો તો લોહીમાં સુગર લેવલ વધી જશે. ડાયાબિટીસ અને ઇન્સ્યૂલિન ધરાવતા લોકો માટે આ સમસ્યાનું કારણ બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાધા પછી કસરત કરવી જ જોઈએ કારણ કે તે ગ્લાયકોજનના ભંડારને ફરી ભરવામાં અને ઇન્સ્યૂલિન સ્પાઇક્સની અસર ઘટાડવામાં મદદ કરશે.


વિટામિન A ટૉક્સિટી
કેરી વિટામિન A નો ઉત્તમ સોર્સ છે, પરંતુ તેને વધારે માત્ર માં ખાવાથી તેમાં રહેલા પોશાક તત્વો ઘણા વધારે માત્રામાં હોય છે. જેના કારણે હાઈપરવિટામિનોસિસ A થાય છે. વિટામિન Aનું વધુ પડતું સેવન કરવાથી આડઅસર પણ થાય છે. જેમ કે ચક્કર, ઉબકા, યોગ્ય રીતે જોવામાં અસમર્થતા, વાળ ખરવા વગરે..  


જો તમે સ્ટેટિન્સ અથવા એન્ટિહિસ્ટેમાઈન્સ જેવી દવાઓ લઈ રહ્યા છો, તો તમારા ડૉક્ટરની સલાહ લો કે તમે કેરી ખાઈ શકો છો કે કેમ કારણ કે ડૉક્ટરની સલાહ લીધા વિના કેરી ખાવાથી લીવરની બીમારી થઈ શકે છે.