Health:ઉનાળામાં શરીરમાંથી વધુ પરસેવો થવો સ્વાભાવિક છે અને જેના કારણે ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપ થાય છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખીને માઈગ્રેનથી બચી શકાય છે. આ માટે તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ.
આકરા તાપની ખૂબ જ ખરાબ અસર આરોગ્ય પર જોવા મળે છે. આ સિઝનમાં થોડા સમય માટે પણ ઘરની બહાર રહેવું માથાનો દુખાવોનું કારણ બની જાય છે. માઈગ્રેનના દર્દીઓ માટે આ ઋતુ ખૂબ જ પરેશાનીભરી હોય છે. ગરમી અને સૂર્યપ્રકાશને કારણે માઈગ્રેનનો દુખાવો વધુ પરેશાન કરે છે. તેની પાછળ ડિહાઇડ્રેશન પણ જવાબદાર છે. વાસ્તવમાં ઉનાળામાં શરીરમાંથી વધુ પરસેવો નીકળે છે અને ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખીને માઈગ્રેનથી બચી શકાય છે. આ માટે તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને પૂરી કરવા માટે લીંબુ પાણી પીવું જોઈએ.
માઈગ્રેનથી બચવું હોય તો કરો આ કામ
હેલ્થ એક્સપર્ટના મતે ORS, ગ્લુકોઝ, લીંબુ પાણી, તમને ઉનાળામાં માથાના દુખાવાથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે.આનાથી શરીર હાઈડ્રેટ રહે છે અને માથાનો દુખાવો દૂર થાય છે. નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં વધુ માઈગ્રેનના દુખાવા માટે બીજા અન્ય કારણો પણ જવાબદાર હોય છે. આવો જાણીએ...
ડિહાઇડ્રેશનને કારણે માઇગ્રેન
હેલ્થ એક્સપર્ટના મતે ડિહાઈડ્રેશનને કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. તેનાથી મગજમાં લોહીનો પુરવઠો ઓછો થાય છે. જેના કારણે રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે અને પાછળથી ફેલાઈ પણ જાય છે. જેના કારણે માથાનો દુખાવો રહે છે.
પોષણની ઉણપ
ડોક્ટરના જણાવ્યા અનુસાર ઉનાળામાં માઈગ્રેનનો દુખાવો પોષણની ઉણપને કારણે પણ થઈ શકે છે. શરીરમાં વિટામિન ડી, આયર્ન અને મેગ્નેશિયમની ઉણપને કારણે માથાનો દુખાવો પણ પરેશાન કરે છે. એટલા માટે તમારા આહારમાં ઘણા બધા પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ.
માઈગ્રેન માટે આ કારણો પણ જવાબદાર છે
આરોગ્ય નિષ્ણાતોના મતે, ઉનાળામાં ઊંચું તાપમાન, ભેજ અને લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેવાથી ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન અને ઊંઘની કમી વગેરે કારણો આધાશીશીને ઉત્તેજિત કરવા માટે પુરતા છે.
આધાશીશીના સામાન્ય કારણો
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.