Eye care tips: આપણે જે પણ કામ કરીએ છીએ તેમાં આંખોનો ઉપયોગ સૌથી પહેલા થાય છે. આ સ્થિતિમાં આંખોના હેલ્ધની કાળજી લેવી જરૂરી છે.
આપની દિનચર્યાં આંખોનું સતત કામ પડે છે. માત્ર જ્યારે આપણે ઊંઘી જઇએ છીએ એ સમયે જ આંખોને આરામ મળે છે. જેથી ઊંઘ પુરી ન થતાં આંખોની નીચે બ્લેક સર્કલ થઇ જાય અને કરચલીઓ પણ પડવાં માંડે છે. આપ આંખોની આસપાસની ત્વચાને કેટલીક ટિપ્સ દ્રારા એજિંગથી પણ બચાવી શકો છો.
આઇ ક્રિમનો ઉપયોગ કરો
આપણી આંખોની નીચેની ત્વચા ખૂબ જ નાજુક અને પાતળી હોય છે. આમાં, એન્ટિ એજિંગ આઇ ક્રીમનો ઉપયોગ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે.
સ્ક્રબ કરશો નહીં
મેકઅપ દૂર કરવા માટે રિમૂવરનો ઉપયોગ કરવાને બદલે આંખોની આસપાસની જગ્યાને આંગળીઓ વડે ઘસીને જ મેકઅપ હળવા હાથે દૂર કર્રો આંખીની આસપાસ સ્ક્રર્બ ન કરો. તેનાથી આંખોની કેપિલરી દૂર થઇ જાય છે. આગળ જતાં સ્ક્રીન પર કરચલીઓ અથવા ડાર્ક સર્કલ આવી શકે છે.
આઇ ક્રિમનો યોગ્ય ઉપયોગ
આઇ ક્રીમનો ઉપયોગ કેવી રીતે કરવો? આ માહિતી હોવી પણ ખૂબ જ જરૂરી છે. ચહેરો ધોયા પછી અને મોઇશ્ચરાઇઝર લગાવ્યા પછી જ આંગળી પર થોડી માત્રામાં ક્રીમ લગાવો. આંખના આંતરિક ખૂણેથી બહારની બાજુએ હળવા હાથે આ ક્રિમ લગાવો. આ પછી, હળવો મસાજ કરો અને વધુ પડતા ઘસવાનું ટાળો.
યોગ્ય કસીંલરનો ઉપયોગ કરો
જો આપ સારા કન્સીલરનો ઉપયોગ નથી કરતા તો તેનાથી આંખોની આસપાસની ત્વચાને નુકસાન થઇ શકે છે. જેના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પણ થઇ શકે છે.
હેલ્ધી ડાયટ લો
આંખોની આસપાસ ડાર્ક સર્કલ અને કાળા ઘેરા ધાબા અને કરચલીઓ, આ તમામ સમસ્યાથી બચવા માટે ઉપરોક્ત કાળજીની સાથે હેલ્ધી ડાયટ લેવું પણ જરૂરી છે. ઓઇલી ફૂડ, જંક ફૂડને ડાયટમાંથી અલવિદા કરી દો.