Health Tips: ઇન્ટરમિટેંટ ફાસ્ટ વ્યક્તિના એકંદર સ્વાસ્થ્યને સુધારે છે. આ દરમિયાન,  16 કલાક માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે, તો જાણીએ કે,  ઇન્ટરફાસ્ટિંગ શું છે અને તેનાથી શું ફાયદા થાય છે.


આજના સમયમાં મેટાબોલિઝમ વધારવા માટે,  દર 2 થી 3 કલાકે થોડો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું થોડા કલાકોના અંતરે ખાવાથી મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે? દર 3 કલાકે કંઈક ખાવાથી ચયાપચય વધશે કે નહીં તે ખબર નથી, પરંતુ આ વારંવાર ખાવાથી દિવસની કેલરી ચોક્કસ વધશે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ આનાથી તદન ઉલ્ટું છે.


અતિશય આહાર તમારા શરીરમાં ખાસ કરીને અવયવોની આસપાસ વધુ ચરબી બનાવીને મેટાબોલિક તણાવ તરફ દોરી જાય છે અને તે ઇન્સ્યુલિન પ્રતિકારને પણ પ્રોત્સાહન આપે છે. આવી સ્થિતિમાં વ્રત કે ઉપવાસ કરવાથી વ્યક્તિનું એકંદર સ્વાસ્થ્ય સુધરે છે. જ્યારે તમે ખાવાનું બંધ કરો છો, ત્યારે 12 કલાકથી 36 કલાક સુધી કાર્બોહાઇડ્રેટ્સ ફ્યૂલ થાય છે. તેથી આપનું શરીર   ઊર્જાના સ્ત્રોત માટે ચરબી બનાવે છે, આને "મેટાબોલિક સ્વીચ" કહેવામાં આવે છે. આ કારણોસર, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન  16 કલાક માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી આજે અમે  આપને ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ  સમય અને ખાવાની રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


ઇન્ટરમિટેંટ ફાસ્ટ  ખોરાક ખાવાની એક પેટર્ન છે, જેમાં વ્યક્તિ 16-18 કલાક ખાધા વગર રહે છે, 16 કે 18 કલાક બાદ 5 કલાક એવા હોય છે જેમાં તેમાં હેલ્ધી ફૂડ ખાઇ શકો છો. આ ડાયટ પેર્ટનથી વેઇટ ઝડપથી ઘટાડી શકો છો. વચ્ચે જ્યારે 5 કે 6 કલાક ખાવાની છૂટ હોય છે તેમાં પણ ઓઇલી ફૂડ, પેકેડ ફૂડ, મેંદોની વસ્તુઓ વગેરે વેઇટ વધારતી વસ્તુઓ નથી ખાઇ શકતા. માત્ર ડાયટ ફૂડ જ ખાઇ શકો છો.


 ઇન્ટપમિટેંટ ફાસ્ટિંગ માટેની ગાઇડલાઇન


શરૂઆતમાં 12 કલાક ફાસ્ટિંગ કરવાની સલાહ અપાઇ છે બાદ 14 અને 16 અને 18 કલાક સુધી વધારી શકાય છે. જો કે 18 કલાક ભૂખ્યા રહેવાથી માથામાં દુખાવો થઇ શકે છે. જેનાથી બચવા માટે આપે  હાઇડ્રેઇટ રહેવું જરૂરી છે. ખૂબ પાણી પીઓ આ ચિયા સિડ્સનું સેવન પણ આ દરમિયાન કરી શકો છો જે આપને દિનભર હાઇડ્રેઇટ રાખશે અને પેટ ભરેલું રહેશે.