Heart Study News: આજકાલ હૃદયને લગતા રોગો અને તેના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, લોકોના હૃદય ખુબ જ નબળા પડી રહ્યાં છે, અને આ કારણે હાર્ટ એટેક જેવા ઘાતક હુમલાથી જીવ પણ ગુમાવવાનું જોખમ રહે છે. હવે હૃદય પર એક મોટું સ્ટડી સામે આવ્યું છે. તુલાને યૂનિવર્સિટીનો નવું સ્ટડી હેડલાઇન્સમાં છે. આ અહેવાલ 'ધ ઈન્ડિપેન્ડન્ટ'માં પ્રકાશિત થયો છે. જેમાં એ વાત સામે આવી છે કે દરરોજ 50 સીડીઓ ચઢવાથી હૃદય રોગનો ખતરો ઓછો થાય છે. રિપોર્ટ અનુસાર, દરરોજ 50 સીડીઓ ચઢવાથી હૃદય રોગનું જોખમ લગભગ 20 ટકા ઓછું થઈ જાય છે.


સીડી ચઢવી હૃદયમાટે કેમ છે ફાયદાકારક 
તણાવ, કોરૉનરી ધમની બિમારી અને એથરોસ્ક્લેરોટિક હૃદય રોગ (એએસસીવીડી), વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણો છે. 'ધ ઈન્ડિપેન્ડન્ટ'માં પ્રકાશિત અહેવાલના સહ-લેખક ડૉ. લુ ક્વિએ જણાવ્યું હતું કે સીડીઓ ચઢવાથી હૃદયની શ્વસનતંત્રમાં ઝડપથી સુધારો થાય છે. ફિટનેસ અને લિપિડ પ્રૉફાઇલ સુધારવાની એક સરળ રીત છે. જે લોકો કસરત કે જીમ નથી કરતા તેમના માટે. તુલાને યૂનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ એન્ડ ટ્રૉપિકલ મેડિસિનના પ્રૉફેસરે આ વાત કહી હતી.જો તમે ASCVDથી બચવા માંગતા હોવ તો સીડી ચડવી ખૂબ જ સારી માનવામાં આવે છે.


આ રિસર્ચમાં હૃદયની બિમારીના કેટલાય એન્ગલનું રિસર્ચ કરવામાં આવ્યુ 
સંશોધનને યોગ્ય દિશા આપવા માટે સંશોધકે યૂકે બાયૉબેંકના ડેટાનો ઉપયોગ કર્યો હતો. જેમાં 450,000 વયસ્કોનો સમાવેશ થતો હતો. હૃદય રોગને શોધવા માટે સામેલ લોકોનું સૌ પ્રથમ તેમના હૃદય રોગના કુટુંબના ઇતિહાસ, જાણીતા જોખમ પરિબળો અને આનુવંશિક જોખમ પરિબળોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જીવનશૈલી અને સીડી ચડવાની આવર્તન પર એક સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સરેરાશ 12.5 વર્ષનો ફોલો-અપ સમયગાળો હતો. આ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે લોકો દરરોજ વધુ સીડીઓ ચઢે છે તેમને હૃદય રોગનો ખતરો ઓછો રહે છે.


આ રિસર્ચ ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યુ 
ઇંગ્લેન્ડની યૂનિવર્સિટી ઓફ ટીસાઇડમાં રમતગમત અને વ્યાયામના વરિષ્ઠ લેક્ચરર ડૉ. નિકૉલસ બર્જરના જણાવ્યા અનુસાર, સપાટ સપાટી પર ચાલવા કરતાં સીડીઓ ચઢવાથી વધુ ફાયદા થાય છે કારણ કે તેમાં વધુ સ્નાયુઓ, સંતુલન અને કુલ મોટર કૌશલ્યનો ઉપયોગ જરૂરી છે. તે વધુમાં ઉમેરે છે કે સીડી ચડવામાં કાર્ડિયૉવેસ્ક્યૂલર પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ જ કારણે આ પ્રેક્ટિસ કરતી વખતે લોકો વારંવાર શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. વાસ્તવમાં, જ્યારે તમે સીડી પર ચઢો છો, ત્યારે હૃદયના ધબકારા વધે છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે છે. જેના કારણે હૃદયરોગ, હાર્ટ એટેક અને સ્ટ્રૉકનું જોખમ ઓછું થાય છે અને હૃદય સ્વસ્થ બને છે.


Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો અને સૂચનો પર અમલ કરતાં પહેલા ડૉક્ટર કે સંબંધિત એક્સપર્ટની સલાહ જરૂર લો.