સૂર્યપ્રકાશને કારણે કોઈપણ વ્યક્તિની ત્વચાને નુકસાન થઈ શકે છે. આ કારણે ત્વચાનો રંગ ઘાટો થઈ શકે છે. સન ટેનિંગ, સનસ્પોટ્સ, હાયપરપીગ્મેન્ટેશન, સનબર્ન અથવા સૂર્યને કારણે અન્ય નુકસાન થઈ શકે છે. આ બધી સમસ્યાઓનો સામનો કરવા માટે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. કૃત્રિમ ઉત્પાદનો તેમની હાનિકારક રાસાયણિક રચનાને કારણે ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે. સૂર્યથી ક્ષતિગ્રસ્ત ત્વચાને આ 5 કુદરતી ઉપચારો દ્વારા ઠીક કરી શકાય છે.


સૂર્યપ્રકાશ ત્વચામાં મેલાનિનનું ઉત્પાદન વધારે છે. તે એક ઘટક છે જે ત્વચાને કાળી કરે છે. આને કારણે સ્કિન ટેન થઈ જાય છે અથવા ત્વચામાં અનિયમિત રંગીન પેટર્ન રચાય છે. જો ત્વચા ખૂબ દાઝી ગઈ હોય તો ચહેરા પર કંઈપણ લગાવતા પહેલા તમે ત્વચા નિષ્ણાતની સલાહ લઈ શકો છો. ત્વચાના નુકસાનને કેટલીક કુદરતી પદ્ધતિઓ દ્વારા પણ ઠીક કરી શકાય છે.


ક્ષતિગ્રસ્ત ત્વચા માટે એલોવેરા અને મુલતાની માટી 


એલોવેરા અને મુલતાની માટીમાં સનસ્પોટ્સ હળવા કરીને અને હાયપરપીગ્મેન્ટેશનને નિયંત્રિત કરીને ત્વચાને ફરી ચમકતી કરવાના ગુણધર્મો હોય છે.


કઈ રીતે કરશો ઉપયોગ 


શુદ્ધ એલોવેરા જેલ અને મુલતાની માટીને સારી રીતે મિક્સ કરો. તેને 30 મિનિટ સુકાવા દો. તેને ઠંડા પાણીથી ધોઈ લો. દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરો. વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ.  જો ત્વચાને એલોવેરાથી એલર્જી હોય તો ચહેરા પર એલોવેરા જેલનો ઉપયોગ ન કરો.


કાચું દૂધ અને હળદર પાવડર 


કાચા દૂધમાં સનસ્પોટ્સ અથવા હાયપરપીગ્મેન્ટેશન ઘટાડવાના ગુણ હોય છે. હળદર ત્વચાની ચમક પરત લાવવામાં મદદ કરે છે. આ બંને પ્રયોગથી તમે સ્કિનને ફરી ચમકતી કરી શકો છો. 


કઈ રીતે કરશો ઉપયોગ 
 
અડધો કપ કાચું દૂધ લો. તેમાં ¼ ચમચી હળદર પાવડર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. અસરગ્રસ્ત ત્વચા પર મિશ્રણ લગાવો. મિશ્રણને કુદરતી રીતે હવામાં સૂકવવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. દિવસમાં એકવાર તેનો નિયમિત ઉપયોગ કરો.


નાળિયેર તેલ 


નાળિયેર તેલ વિટામિન ઇ અને ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે યુવીએ અને યુવીબી કિરણોને કારણે થતી બળતરા ઘટાડવામાં મદદ કરે છે.


કઈ રીતે કરશો ઉપયોગ 


ત્વચા પર શુદ્ધ નારિયેળનું તેલ લગાવો. ત્વચાને તેલ શોષવા દો. શ્રેષ્ઠ પરિણામો માટે દિવસમાં બે કે ત્રણ વખત તેનો ઉપયોગ કરો.


દહીં અને ટામેટા 


ટામેટાંમાં ભરપૂર માત્રામાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કુદરતી રીતે સન ટેન દૂર કરે છે. તેમાં વિટામિન એ, વિટામિન બી અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. દહીં અને ટામેટાંનો ફેસ પેક ત્વચામાંથી સન ટેનિંગ, ડાર્ક સ્પોટ્સ અને હાયપરપીગ્મેન્ટેશનને દૂર કરવામાં મદદ કરે છે.


કઈ રીતે કરશો ઉપયોગ 


એક બાઉલમાં 1 ટેબલસ્પૂન દહીં અને 1 ટેબલસ્પૂન ટામેટાંનો રસ મિક્સ કરો. આ મિશ્રણને અસરગ્રસ્ત સ્કિન પર લગાવો 35-40 મિનિટ માટે સ્કિન પર રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપી પરિણામ મેળવવા માટે દિવસમાં એકવાર તેનો ઉપયોગ કરો.  


ડિસ્ક્લેમર: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.