Maintain Your Figure: ફિટનેસ વધારવા માટે મીઠાઈ છોડવાની કે ફીક્કી  ચા-કોફી પીવાની જરૂર નથી. સેલિબ્રિટી ડાયટિશિયન રૂજુતા દિવેકર બતાવી રહી છે  ફિટ રહેવાની સ્માર્ટ ટ્રિક


જ્યારે પણ ફિટનેસ વધારવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો પહેલા ક્રશ ડાયટિંગ પર ધ્યાન કેન્દ્રીત કરે છે  અને પછી મીઠાઈ ન ખાવાનું નક્કી કરે છે... વિચારવું જેટલું સરળ છે, તેટલું કરવું મુશ્કેલ છે. એટલા માટે મોટા ભાગના લોકો ઈચ્છા છતાં પણ પોતાનું વજન ઓછું કરી શકતા નથી અને માત્ર ફિટનેસ માટેના પ્લાન કરતાં જ રહી જાય છે.


 જો આપ  ખરેખર પ્લાનિંગથી આગળ વધીને તમારી ફિટનેસ પર કામ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા જાણી લો કે પાતળા થવા માટે તમારે ન તો મીઠી મીઠાઈઓ ખાવાની કે ફિક્કી  ચા-દૂધ પીવાની જરૂર છે. વેઇટ લોસ માટે આપને માત્ર સેચુરેટેડ સુગર, રિફાન્ડ સુગર,એડેડ સુગરને અવોઇડ કરવાની છે.


 કઈ ખાંડ ખાવી અને કઈ નહિ?


 સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ, ડાયટિશિયન અને ટ્રેનર રુજુતા દિવેકર કહે છે કે, તમારે ફિટ રહેવા, સ્લિમ કે વજન ઘટાડવા માટે ખાંડ ખાવાનું બંધ કરવાની જરૂર નથી. તેના બદલે શું ખાવું અને શું ન ખાવું તેની થોડી માહિતી વધારીને સ્માર્ટ નિર્ણય લેવાની જરૂર છે. કારણ કે ફિટ રહેવા માટે તમારે ખાંડ છોડવાની જરૂર નથી પરંતુ અલ્ટ્રા પ્રોસેસ્ડ શુગર અને રિફાઈન્ડ સુગર છોડવાની જરૂર છે.


આ સાથે સ્વસ્થ જીવનશૈલી રાખો, સમયસર સૂઈ જાઓ, સમયસર જાગો, વોક કરો અને યોગ, ડાન્સ કે ઝુમ્બા કરો. આ રીતથી આપ આપની  જાતને ફિટ રાખી શકે છે.  હવે તમારે જાણવું જોઈએ કે તમે અજાણતા કઈ વસ્તુઓ સાથે આ રિફાઈન્ડ ખાંડ ખાવ છો.


અલ્ટ્રા પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડમાં અલ્ટ્ર પ્રોસેસ્ડ ખાંડનો ઉપયોગ થાય છે.  ખાંડ તેનો એક ભાગ છે જેની ચર્ચા કરવામાં આવી છે, જ્યારે આ ખાદ્યપદાર્થોમાં ખાંડની સાથે એવા ઘણા મોલિક્યૂલ્સ છે, જે ક્યારેય આપણા ખોરાકનો ભાગ નથી રહ્યા પરંતુ પ્રોસેસ્ડ ફૂડના ભાગરૂપે આપણા શરીરમાં જઈ રહ્યા છે. આવા મોલિક્યુલ્સ સાથે ખાંડ ઉમેરવાથી શરીરને નુકસાન થાય છે અને સ્થૂળતા વધે છે તેમજ અનેક રોગો થાય છે.


 કઈ ખાદ્ય વસ્તુઓ ન ખાવી જોઈએ?


જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અથવા તમે સંપૂર્ણ રીતે ફિટ છો અને આ ફિટનેસ જાળવી રાખવા માંગો છો, તો આ ખોરાકને તમારા રોજિંદા ખોરાકમાંથી દૂર કરો અને ક્યારેક-ક્યારેક મર્યાદિત માત્રામાં જ ટેસ્ટ કરો.



  •  નટ બટર

  • જામ

  • સીરિલ્સ

  • બિસ્કીટ

  • કેચઅપ્સ

  • ચોકલેટસ

  • કોલા

  • ચિપ્સ

  • પેકેડના  નાસ્તો


તમે કઈ મીઠી વસ્તુઓ ખાઈ શકો છો?


 તમે ઘરે બનાવેલી મીઠાઈઓ જેમકે  ખીર, ચા, દૂધ વગેરેમાં ખાંડ ઉમેરીને ખાઈ શકો છો. ફક્ત ધ્યાનમાં રાખો કે તેનું પ્રમાણ  વધુ પડતું ન હોવું જોઇએ.એક્સપર્ટ મુજબ આપ દિવસભરમાં 2 સ્પૂન ખાંડ લઇ શકો છો.


 Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.